DELHI CM રેખા ગુપ્તા કોણ છે? જાણો તેમને મુખ્યમંત્રી બનાવવા પાછળનું ભાજપનું સમીકરણ
હવે દિલ્હીના મુખ્યમંત્રી કોણ બનશે તે અંગેનો સસ્પેન્સ સમાપ્ત થઈ ગયો છે, દિલ્હી વિધાનસભા ચૂંટણીના 8 ફેબ્રુઆરીએ જાહેર થયેલા પરિણામોમાં 70 માંથી 48 બેઠકોનો જંગી વિજય મેળવ્યા બાદ ભાજપ હવે 27 વર્ષની લાંબી રાહ જોયા બાદ દિલ્હીમાં સરકાર બનાવવા જઈ રહી છે.
19 ફેબ્રુઆરી, 2025ને બુધવારની સાંજે ધારાસભ્ય પક્ષની બેઠક બાદ મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાના નામની જાહેરાત કરવામાં આવી છે . દિલ્હીના મુખ્યમંત્રી પદની રેસમાં ઘણા નવા ચૂંટાયેલા ધારાસભ્યોના નામ સામેલ હતા, પરંતુ રેખા ગુપ્તાનું નામ શરૂઆતથી જ આ યાદીમાં ટોચ પર હતું.
રેખા ગુપ્તાનો જન્મ 1974માં હરિયાણાના જીંદ જિલ્લાના જુલાના સબડિવિઝનના નંદગઢ ગામમાં થયો હતો. જ્યારે રેખા બે વર્ષની હતી, ત્યારે તેના પિતા SBI બેંકમાં મેનેજર બન્યા અને 1996 માં તેનો આખો પરિવાર દિલ્હી શિફ્ટ થઈ ગયો.
દિલ્હી અને હરિયાણા સરહદ વહેંચે છે અને રેખા ગુપ્તા પાસે બંને રાજ્યોમાંથી ખાસ સબંધ છે. તેથી ભાજપ શાસિત બંને રાજ્યોમાં સંતુલન જાળવવા માટે ભાજપે તેમને મુખ્યમંત્રી બનાવ્યા છે.

રેખા ગુપ્તાએ તેમનું શાળાકીય અને યુનિવર્સિટી શિક્ષણ દિલ્હીમાં કર્યું હતું અને તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે સંકળાયેલા હતા અને રાજકારણમાં સામેલ હતા. રેખા ગુપ્તા યુનિવર્સિટીના સેક્રેટરી અને પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે, તેઓ વૈશ્ય પરિવારના છે અને આજે પણ તેમના પરિવારના સભ્યો જુલાનાના અનાજ બજારમાં કમિશન એજન્ટ તરીકે કામ કરે છે.
રેખા હજુ પણ તેના ગામમાં આવતી-જતી રહે છે. એ જાણવુ મહત્વનું છે કે, વૈશ્ય સમુદાય દિલ્હીની વસ્તી પર પ્રભુત્વ ધરાવે છે અને વૈશ્ય સમુદાય પણ ભાજપ પર પ્રભુત્વ ધરાવે છે.
LLB પાસ રેખા ગુપ્તા શાલીમાર બાગ બેઠક પરથી પહેલી વાર ધારાસભ્ય બન્યા છે. ભાજપે દિલ્હીમાં 68 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 8 બેઠકો પર મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, જેમાંથી રેખા ગુપ્તા ચાર મહિલા ઉમેદવારોમાં સામેલ છે જેમણે જીત મેળવી હતી.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના ત્રણ વખત કાઉન્સિલર રહી ચૂકેલી રેખા ગુપ્તા માત્ર જીતી જ નથી, પરંતુ ધમાકેદાર જીત પણ મેળવી છે. તેમણે શાલીમાર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારને 30 હજાર મતોના માર્જિનથી હરાવ્યા.
અગાઉ રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જેમણે મુખ્યમંત્રી બનાવીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા, તે બધાની પૃષ્ઠભૂમિ RSSની મજબૂત હતી. એટલા માટે જ રેખા ગુપ્તાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
