કોણ છે દેવયાની, જેના માટે આપણે અમેરિકા સાથે બાથ ભીડી
નવી દિલ્હી, 18 ડિસેમ્બરઃ ભારતના ઉપ મહાવાણિજ્ય દૂત દેવયાની ખોબ્રાગડે સાથે અમેરિકામાં થયેલા દુર્વયવહારનો મામલો હવે સંસદમાં પહોંચી ગયો છે. પોતાના રાજનાયિકનું અમેરિકામાં આ રીતે અપમાનથી દેશના લોકોમાં ગુસ્સો છે. લોકો ઇચ્છે છે કે ભારત સરકાર અમેરિકાને જડબાતોડ જવાબ આપે. જો કે, આ એવો પહેલો મામલો નથી કે જ્યારે વિદેશી ધરતી પર આપણા પ્રતિનિધિત્વ સાથે અપમાન થયું હોય, પરંતુ આ વખતે જે દેવયાની સાથે થયું તેણે બધી હદો પાર કરી નાંખી છે. અમેરિકામાં તેમની સાથે જે વર્તન થયું છે તેની કદાચ કલ્પના પણ ના કરી શકાય.

અમેરિકન દૂતાવાસ પહેલા તેમની નિયુક્તિ પાકિસ્તાન, ઇટલી અને જર્મનીમાં ભારતીય મિશંસની પોલિટિકલ ડિવીઝનમાં થઇ. કારકિર્દીના મુકામને હાંસલ કર્યા બાદ દેવયાનીએ એક પ્રોફેસર સાથે લગ્ન કર્યા. તેમને બે પુત્રી છે. એક છ વર્ષની અને બીજી ત્રણ વર્ષની. બન્ને બાળકીઓના પાલન પોષણ ઉપરાંત તે દલિતો અને લૈંગિક સમાનતા માટે પણ કામ કરવાની ઇચ્છા ધરાવે છે. જો કે દેવયાનીનો વિવાદ સાથે નાતો જૂનો છે. આ પહેલા બે વર્ષ પૂર્વે મુંબઇની આદર્શ સોસાયટી કૌભાંડમાં તેમનું નામ બહાર આવ્યું હતું. મહારાષ્ટ્ર સરકાર તરફથી તેમને 10 ટકા કોટા હેઠળ આદર્શ સોસાયટીમાં ફ્લેટ આપવામાં આવ્યા, જ્યારે તેમની પાસે મુંબઇમાં પહેલાથી ઘર છે. જોકે, મામલાની તપાસ કરી રહેલી સીબીઆઇએ ના તો દેવયાની અને ના તો તેમના પિતાની ક્યારેય પૂછપરછ કરી છે.












Click it and Unblock the Notifications
