For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોણ છે હાજી ઈકબાલ, જેની 21 કરોડની સંપત્તિ યુપી સરકારે જપ્ત કરી!

સહારનપુર પોલીસે BSPના પૂર્વ MLC હાજી ઈકબાલ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે હાજી ઈકબાલના મુનશી નસીમ સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

સહારનપુર, 02 મે : સહારનપુર પોલીસે BSPના પૂર્વ MLC હાજી ઈકબાલ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે હાજી ઈકબાલના મુનશી નસીમ સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જણાવી દઈએ કે સહારનપુર પોલીસે ED અધિકારીઓ સાથે મળીને 21 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. એસએસપી આકાશ તોમરે કહ્યું કે યુપીમાં ગેંગસ્ટર એક્ટ હેઠળ આ વર્ષની આ સૌથી મોટી જપ્તી છે. ચાલો જાણીએ કોણ છે હાજી ઈકબાલ, જેની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે?

Haji Iqbal

હાજી ઈકબાલ ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના છે. હાજી ઈકબાલ ભૂતકાળમાં બહુજન સમાજ પાર્ટી (BSP) તરફથી MLC પણ રહી ચૂક્યા છે. સહારનપુરમાં હાજી ઈકબાલની એક કોલેજ પણ છે. તે સિવાય હાજી ઈકબાલની લખીમપુર ખેરી, ગોરખપુર અને સીતાપુરની સુગર મિલોના ડિરેક્ટર પણ છે. એટલું જ નહીં, હાજી ઈકબાલના તાર ખાણ માફિયાઓ સાથે પણ જોડાયેલા છે અને તે પોતે પણ માઈનિંગ માફિયા છે. આ ઉપરાંત હાજી ઈકબાલ વિરુદ્ધ લાકડાની તસ્કરી, ગેરકાયદેસર ખનન, જમીન હડપ કરવા, લોકોને ધમકાવવા જેવા આરોપોમાં પણ ઘણા કેસ નોંધાયેલા છે.

મીડિયાને માહિતી આપતા સહારનપુરના SSP આકાશ તોમરે કહ્યું કે હાજી ઈકબાલ ઉર્ફે બાલાની પોલીસે બેનામી સંપત્તિ જપ્ત કરી લીધી છે. હાજી ઈકબાલે તેના મુનશી નસીમના નામે 50 બેનામી મિલકતો મેળવી હતી, જેની કિંમત લગભગ 21 કરોડ છે. જણાવ્યું કે પોલીસે 14(1) ગેંગસ્ટર એક્ટ હેઠળ આ કાર્યવાહી કરી છે. SSPએ કહ્યું છે કે આ કાયદા હેઠળ યુપીમાં આ વર્ષની આ સૌથી મોટી જપ્તી છે.

એસએસપી આકાશ કુમારે જણાવ્યું કે 9 એપ્રિલના રોજ પૂર્વ એમએલસી હાજી ઈકબાલ ઉર્ફે બાલા અને તેની ગેંગના અન્ય છ સભ્યો વિરુદ્ધ મિર્ઝાપુર પોલીસ સ્ટેશનમાં ગેંગસ્ટર એક્ટનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેની તપાસ ઇન્સ્પેક્ટર-ઇન-ચાર્જ પોલીસ સ્ટેશન બિહટ બ્રિજેશ કુમાર પાંડેએ કરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે હાજી ઈકબાલે ગેરકાયદેસર ખનન અને બળજબરીથી સરકારી અને બિનસરકારી જમીન પોતાના સહયોગી, સંબંધીઓ અને નોકર વગેરેના નામે ખરીદી છે. અહીં ઉલ્લેખનિય છે કે યુપી સરકાર સતત કાર્યવાહી કરી રહી છે. આ પહેલા પણ હિંસાના કેસમાં પણ યુપી સરકારે કાર્યવાહી કરી હતી.

English summary
Who is Haji Iqbal, whose assets worth Rs 21 crore were confiscated by the UP government!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X