For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોણ છે IAS પૂજા સિંઘલ? ઘરમાંથી મળ્યા 25 કરોડ, પૈસા ગણવા માટે કરી મશીનોની લાઈન

ઝારખંડના સીનિયર આઈએએસ અધિકારી પૂજા સિંઘલ સાથે જોડાયેલ ઠેકાણાઓ પર શુક્રવારે ઈડીએ મોટી કાર્યવાહી કરી.

|
Google Oneindia Gujarati News

રાંચીઃ ઝારખંડના સીનિયર આઈએએસ અધિકારી પૂજા સિંઘલ સાથે જોડાયેલ ઠેકાણાઓ પર શુક્રવારે ઈડીએ મોટી કાર્યવાહી કરી. ઈડી અધિકારીઓને તેમના ઘરમાંથી 25 કરોડ રૂપિયા રોકડા મળ્યા છે જેને ગણવા માટે ઘણા મશીનો મૂકવા પડ્યા. માહિતી મુજબ પૂજા સિંઘલના ચાર્ટર અકાઉન્ટન્ટના ઠેકાણાઓ પર પણ ઘણી રકમ મળી છે. આ કાર્યવાહી રાંચીમાં એક બિઝનેસમેન અમિત અગ્રવાલના ઠેકાણા પર પણ કરવામાં આવી છે. ઈડીની આ રેડ ઝારખંડ અને બિહાર સહિત સિંઘલ સાથે જોડાયેલ દેશભરમાં દોઢ ડઝનતી વધુ જગ્યાઓએ થઈ છે અને તેમના સંબંધીઓ પર પણ કાર્યવાહી થવાની માહિતી છે.

આઈએએસ પૂજા સિંઘલના ઘરેથી મળ્યા 25 કરોડ રુપિયા

આઈએએસ પૂજા સિંઘલના ઘરેથી મળ્યા 25 કરોડ રુપિયા

ઈડીએ શુક્રવારે સવારથી જ સીનિયલ આઈએએસ પૂજા સિંઘલ સાથે જોડાયેલા દેશભરના ડઝનેક ઠેકાણાઓ પર રેડ પાડી છે. પૂજા સિંઘલ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લાગતા રહે છે. દાવા અનુસાર ઝારખંડની રાજધાની રાંચી સ્થિત તેમના આવાસ પર ઈડીએ રેડ પાડી જેમાં 25 કરોડ રુપિયા રોકડા મળ્યા છે. રેડની કાર્યવાહી તેમના પતિ અવિનાશ ઝા ઉર્ફે ડૉક્ટર અભિષેક ઝાના જૂના ઘરે અને હાલના ઠેકાણાઓ પર પણ કરવામાં આવી છે. સિંઘલ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ કેટલા ગંભીર છે કે તેમના સસરા કામેશ્વર ઝાની પણ ઈડીની પકડમાં આવવાની માહિતી છે. આઈએએસ સિંઘલ ગેરકાયદે રીતે આવકથી વધુ સંપત્તિ જમા કરવા, ઝારખંડમાં ગેરકાયદે ખાણ અને શેલ કંપનીઓ સાથે જોડાવાનો પણ આરોપ છે અને એ અંગે આ કાર્યવાહી થઈ રહી છે. તેમના પર મનરેગા ફંડમાં પણ કૌભાંડનો આરોપ છે.

સીએમ હેમંત સોરેનની વિશ્વાસુ માનવામાં આવે છે સિંઘલ

સીએમ હેમંત સોરેનની વિશ્વાસુ માનવામાં આવે છે સિંઘલ

પૂજા સિંઘલ હાલમાં ઝારખંડના ખાણ અને ભૂવિત્રભાગના સચિવ છે. તે ઝારખંડ રાજ્ય ખનીજ વિકાસ નિગમ લિમિટેડના એમડી પણ છે. ઈડીએ તેમની સાથે જોડાયેલા બિહાર અને ઝારખંડ ઉપરાંત દિલ્લી, એનસીઆર, હરિયાણા, કોલકત્તા અને રાજસ્થાન સુધીના ઠેકાણાઓ પર રેડ પાડી. સૂચના મુજબ રાંચીમાં આ મામલે વેપારી અમિત અગ્રવાલના ઠેકાણાઓ પર રેડ પાડવામાં આવી છે. રાંચીમાં જે ઠેકાણાઓ પર ઈડીના અધિકારીઓ કાર્યવાહી માટે પહોંચ્યા છે તેમાં સિંઘલના સરકારી આવાસ ઉપરાંત પંચવટી રેસીડેન્સ, ચાંદની ચોકના હરિઓમ ટાવર, પલ્સ હોસ્પિટલ બરિયાતુ, લાલપુર નવી બિલ્ડિંગ જેવા ઠેકાણા પણ શામેલ છે. પલ્સ હોસ્પિટલ તેમના પતિ ચલાવે છે. પૂજા સિંઘલ પર કાર્યવાહી એટલા માટે મહત્વની છે કારણકે તે મુખ્યમંત્રી હેમંત સોરેનના વિશ્વાસુ અધિકારી છે. સોરેન ખુદ ખાણ મંત્રી છે અને પોતાના નામથી ખાણની ફાળવણીના કારણે તેમના ધારાસભ્યતા પર પણ તલવાર લટકી રહી છે. માહિતી મુજબ સિંઘલ પર મનરેગા કૌભાંડના પણ ગંભીર આરોપ છે.

સિંઘલ પર ભ્રષ્ટાચારના ખૂબ જ ગંભીર આરોપ

સિંઘલ પર ભ્રષ્ટાચારના ખૂબ જ ગંભીર આરોપ

માહિતી મુજબ ઝારખંડના ખાણ સચિવ પર સીએમ સોરેન, તેમના ભાઈ અને નજીકના લોકોને નજીવા ભાવમાં ખાણનો કૉન્ટ્રાક્ટ આપવાનો આરોપ છે. ઈડીએ ખૂંટીમાં મનરેગામાં 18 કરોડથી વધુના કૌભાંડનો પણ કેસ નોંધ્યો હતો. રાજ્યના ચતરા અને પલામૂ જિલ્લાની તપાસમાં પણ તે લાગેલી છે. તેમના પર જંગલની 83 એકર જમીન પણ કોલસા ખાણ માટે ખાનગી કંપનીને સોંપવાનો આરોપ છે. જણાવાય છે કે તેમણે આઈએસ રાહુલ પુરવાર સાથે ડિવૉર્સ લીધા બાદ ડૉક્ટર અભિષેક સાથે લગ્ન કર્યા હતા. તેમના સીએમના ત્યાં પણ રેડમાં મોટી માત્રામાં રકમ જપ્ત થયાની સૂચના છે. સિંઘલ સામે ઝારખંડ હાઈકોર્ટના સીનિયર વકીલ રાજીવ કુમારે ઈડીને ફરિયાદ કરી છે.

English summary
Who is IAS Pooja Singhal? 25 crore recovered from her house
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X