For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ISROના નવા ચેરમેન એસ સોમનાથ કોણ છે? 5 પોઈન્ટમાં જાણો

ISROના નવા ચેરમેન એસ સોમનાથ કોણ છે? 5 પોઈન્ટમાં જાણો

|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના નવા ચેરમેન તરીકે રોકેટ સાયન્ટિસ્ટ અને એરોસ્પેસ એન્જીનિયર ભારતીય વૈજ્ઞાનિક ડૉ એસ. સોમનાથની (S Somnath) વરણી કરવામાં આવી છે. તેઓ કૈલાસવદિવૂ સિવાનનું સ્થાન લેશે જે શુક્રવારે તેમનો વિસ્તૃત કાર્યકાળ પૂર્ણ કરશે.

S Somnath

કોણ છે એસ સોમનાથ? જાણો

  • બુધવારે કેન્દ્ર સરકારે ડૉ એસ. સોમનાથને સ્પેસ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી અને સ્પેસ કમિશનના ચેરમેન તરીકે નિમ્યા છે. તેમની નિમણૂક પોસ્ટ પર જોડાવાની તારીખથી ત્રણ વર્ષના સંયુક્ત કાર્યકાળ માટે છે, જેમાં જાહેર હિતમાં નિવૃત્તિની ઉંમર પછીના કાર્યકાળમાં વિસ્તરણનો સમાવેશ થાય છે, એમ કર્મચારી મંત્રાલયના આદેશમાં જણાવાયું છે.
  • ડૉ એસ સોમનાથ લૉન્ચ વ્હીકલ ડિઝાઇન, લૉન્ચ વ્હીકલ સિસ્ટમ એન્જીનિયરિંગ, સ્ટ્રક્ચરલ ડિઝાઇન, સ્ટ્રક્ચરલ ડાઈનામિક્સ, ઈન્ટિગ્રેશન ડિઝાઇન અને પ્રોસિઝર્સ, મિકેનિઝ્મ ડિઝાઈન અને પાયરોટેક્નિક્સમાં નિષ્ણાંત છે.
  • કેરળના થિરુવનંતપુરમ ખાતે આવેલ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)ના તેઓ ડાયરેક્ટર છે. પોતાના કરિયરના શરૂઆતના તબક્કામાં તેઓ પોલાર સેટેલાઈટ લૉન્ચ વ્હીકલના ઈન્ટીગ્રેશન માટેની ટીમના લિડર હતા.
  • જુલાઈ 1963માં ડૉ સોમનાથનો જન્મ થયો, કેરળ યૂનિવર્સિટીમાં દ્વિતિય રેન્ક સાથે તેમણે મિકેનિકલ એન્જીનિયરિંગમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે અને ઈન્ડિયન્ડ ઈન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (IISc)થી તેઓએ એઈરો સ્પેસ એન્જીનિયરિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું અને તેમની પ્રશંસનીય કામગીરી બદલ તેમને ગોલ્ડ મેડલ મળ્યો છે.
  • તેમને એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઑફ ઈન્ડિયા (ASI) તરફથી સ્પેસ ગોલ્ડ મેડલ મળ્યો છે, તથા GSLV Mk-III અનુભૂતિ માટે ઈસરો તરફથી પરફોર્મન્સ એક્સલન્સ એવોર્ડ 2014 અને ટીમ એક્સલન્ટ એવોર્ડ 2014 મળ્યો છે.
English summary
Who is ISRO chief S Somnath, read about him in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X