For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોણ છે રાજસ્થાનની NEET UG-2022ની ટૉપર તનિષ્કા, જુઓ તેની માર્કશીટ

રાજસ્થાનની તનિષ્કાએ NEET UGમાં ટૉપર બનીને પ્રથમ ક્રમ મેળવ્યો છે. આવો જાણીએ કોણ છે NEET UG ટૉપર તનિષ્કા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2022નુ પરિણામ જાહેર કર્યુ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ ટૉપર્સની યાદી પણ બહાર પાડી છે. સુધારેલા ટાઈ-બ્રેકિંગ માપદંડો મુજબ રાજસ્થાનની તનિષ્કાએ NEET UGમાં ટૉપર બનીને પ્રથમ ક્રમ મેળવ્યો છે. તનિષ્કા 720માંથી 715 સ્કોર સાથે NEET 2022 ટૉપર બની છે. તનિષ્કા હરિયાણાની છે પરંતુ તેણે રાજસ્થાનના કોટામાં એમબીબીએસની તૈયારી કરી છે. તનિષ્કાએ JEE મેઈનની પરીક્ષા પણ આપી હતી અને 99.50 પર્સન્ટાઈલ સાથે ટૉપ કર્યુ હતુ. NEET UG ટૉપર તનિષ્કાની માર્કશીટ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આવો જાણીએ કોણ છે NEET UG ટૉપર તનિષ્કા.

શિક્ષકની દીકરી છે નીટ યુજી પરીક્ષાની ટૉપર તનિષ્કા

શિક્ષકની દીકરી છે નીટ યુજી પરીક્ષાની ટૉપર તનિષ્કા

NEET UG-2022 ટૉપર તનિષ્કા હરિયાણાની છે અને તેણે રાજસ્થાનના કોટામાં 2 વર્ષ રહીને MBBSની તૈયારી કરી છે. તનિષ્કાએ JEE મેઈનની પરીક્ષા પણ આપી હતી અને 99.50 પર્સન્ટાઈલ સાથે ટૉપ કર્યુ હતુ. તનિષ્કાના પિતા કૃષ્ણ કુમાર સરકારી શિક્ષક છે. તનિષ્કાની માતા સરિતા કુમારી પણ સરકારી શાળામાં શિક્ષિકા છે.

દિલ્લી એઈમ્સથી MBBS કરવા માંગે છે તનિષ્કા

દિલ્લી એઈમ્સથી MBBS કરવા માંગે છે તનિષ્કા

NEET ટૉપર તનિષ્કા દિલ્લી AIIMSમાંથી MBBS કરવા માંગે છે. તનિષ્કા ભવિષ્યમાં કાર્ડિયો, ન્યૂરો અથવા ઓન્કોલોજીમાં નિષ્ણાત બનવા માંગે છે. તનિષ્કાનો પરિવાર મૂળ હરિયાણાના નારનૌલનો છે. તનિષ્કા બે વર્ષ કોટામાં રહીને NEET UGની તૈયારી કરી રહી હતી.

કયા કોચિંગ સેન્ટરમાંથી કર્યો અભ્યાસ

કયા કોચિંગ સેન્ટરમાંથી કર્યો અભ્યાસ

પોતાની સફળતા પર વાત કરતા તનિષ્કા કહે છે કે જ્યાં સુધી તેને કોઈપણ મુદ્દા પર દુવિધા હોય ત્યાં સુધી તે જવાબ શોધતી રહે છે. તનિષ્કાએ કહ્યું, 'જ્યાં સુધી કૉન્સેપ્ટ ક્લીયર ન થાય ત્યાં સુધી હું પૂછવામાં અચકાતી નથી.' તનિષ્કાએ તેની સફળતાનો સૌથી મોટો શ્રેય કોચિંગ સંસ્થાને આપ્યો છે. તનિષ્કા રાજસ્થાનના કોટામાં એલન કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરતી હતી.

કેમ ડૉક્ટર બનવા માંગે છે તનિષ્કા

કેમ ડૉક્ટર બનવા માંગે છે તનિષ્કા

તનિષ્કા કહે છે, 'હું ડૉક્ટર બનવા માંગુ છુ કારણ કે તે એક એવુ ક્ષેત્ર છે જેમાં તમે બીજાને મદદ કરીને પોતાને સ્થાપિત કરી શકો છો. કોટાનુ વાતાવરણ અને એલનનુ નામ ઘણુ સાંભળ્યુ હતુ એટલે મે NEETની તૈયારી કરવા કોટા આવવાનુ નક્કી કર્યુ. તે મારા માટે યોગ્ય નિર્ણય હોવાનુ સાબિત થયુ. એલન પાસે સપના સાકાર કરવા માટે દરેક સંસાધન છે. શંકા કાઉન્ટર, સાપ્તાહિક અને માસિક પરીક્ષણો, મૉક ટેસ્ટ, શ્રેષ્ઠ અને અનુભવી ફેકલ્ટી સાથેનુ શિસ્તબદ્ધ વાતાવરણ, આ બધુ મળીને એલનને શ્રેષ્ઠ સંસ્થા બનાવે છે.'

કોચિંગ ઉપરાંત 6-7 કલાક વાંચતી હતી તનિષ્કા

કોચિંગ ઉપરાંત 6-7 કલાક વાંચતી હતી તનિષ્કા

તનિષ્કા અઘરા શિડ્યૂલમાં કોચિંગ અને સ્કૂલમાં વિતાવેલા સમય ઉપરાંત 6-7 કલાકનો સેલ્ફ સ્ટડી પણ કરતી હતી. તનિષ્કા કહે છે કે, 'એકવાર રીવિઝન કરવુ પૂરતુ નથી. જેમ જેમ તમે આગળ વધો તેમ તેમ તમારે રીવિઝન કરતા રહેવુ જોઈએ. તેથી હું શરૂઆતથી કોચિંગ ઉપરાંત 6-7 કલાક જાતે અભ્યાસ કરતી હતી. પરંતુ તે હંમેશા સરળ નથી હોતુ. મારા માતા-પિતાએ હંમેશા મને પ્રોત્સાહન આપ્યુ છે. તેમણે ક્યારેય મારા પર દબાણ કર્યું નથી અને મને સકારાત્મકતા સાથે તૈયાર કરવા માટે પ્રેરિત કરી છે.'

તનિષ્કાની માર્કશીટ થઈ વાયરલ

તનિષ્કાની માર્કશીટ થઈ વાયરલ

NEET-UG 2022માં ટૉપ કર્યા પછી તનિષ્કાની માર્કશીટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. તનિષ્કાએ 720માંથી 715 માર્ક્સ મેળવ્યા છે. તનિષ્કાનો પર્સેન્ટાઈલ સ્કોર 99.9997733 છે. NEET-UG 2022માં દિલ્લીના વત્સ આશિષ બત્રા બીજા ટૉપર છે. નાગભૂષણ ગાંગુલે ત્રીજા સ્થાને અને કર્ણાટકના રુચા પાવાશે ચોથા સ્થાને છે.

10માં અને 12મામાં પણ લાવી ચૂકી છે બંપર માર્કસ

10માં અને 12મામાં પણ લાવી ચૂકી છે બંપર માર્કસ

તનિષ્કા નાનપણથી જ અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હતી. હરિયાણાના નારનૌલમાં 14 સપ્ટેમ્બર, 2005ના રોજ જન્મેલી તનિષ્કાએ 96.4 ટકા માર્ક્સ સાથે 10મુ ધોરણ પાસ કર્યુ હતુ. વળી, તનિષ્કાએ 98.6 ટકા માર્ક્સ સાથે 12મુ ધોરણ પાસ કર્યુ છે. તનિષ્કાએ 99.50 પર્સન્ટાઇલ સાથે એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા JEE Mainમાં ટૉપર્સમાં સ્થાન મેળવ્યુ હતુ.

English summary
who is NEET 2022 Topper Tanishka her marksheet viral she told about preparation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X