રામ મંદિરને લઈને વિવાદમાં આવેલા શંકરાચાર્ય કોણ છે? જાણો હિન્દુ પરંપરામાં આ સ્થાન કેટલુ મહત્વનું?
રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ વચ્ચે શંકરાચાર્યના નિવેદનોને લઈને વિવાદ થઈ રહ્યો છે. શંકરાચાર્યએ પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો છે અને રાજનીતિનો આરોપ લગાવ્યો છે ત્યારે એ જાણવુ જરૂરી છે કે આખરે આ પદ કેટલુ મહત્વનું?
જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં શંકરાચાર્ય સર્વોચ્ચ ગુરુનું પદ છે. જે બૌદ્ધ ધર્મમાં દલાઈ લામા અને ખ્રિસ્તી ધર્મમાં પોપ હોય છે. ભારતમાં ચાર મઠોમાં ચાર શંકરાચાર્ય છે. સ્વામી સ્વરૂપાનંદ એકમાત્ર શંકરાચાર્ય હતા, જે બે મઠના વડા હતા.

શંકરાચાર્યના પદનો ઈતિહાસ જોઈએ તો આ પદની શરૂઆત આદિ શંકરાચાર્યથી થઈ હોવાનું માનવામાં આવે છે. જે હિંદુ ફિલોસોફર અને ધાર્મિક નેતા હતા.
આદિ શંકરાચાર્ય હિન્દુત્વના મહાન પ્રતિનિધિઓમાંના એક હતા. તેમણે જ સનાતન ધર્મની પ્રતિષ્ઠા માટે ભારતમાં ચાર જુદા જુદા વિસ્તારોમાં ચાર મઠોની સ્થાપના કરી હતી.
આ મઠોમાં આદિ શંકરાચાર્યે તેના ચાર મુખ્ય શિષ્યોની નિમણૂક કરી. ત્યારથી આ ચાર મઠમાં શંકરાચાર્ય પદની પરંપરા ચાલી આવે છે. આ ઉપરાંત ચારમાંથી દરેકનું પોતાનું એક વિશેષ મહાવાક્ય પણ છે.
મઠ એટલે એવી સંસ્થા કે જેમાં હાજર ગુરુ તેમના શિષ્યોને ઉપદેશ આપવા અને ધાર્મિક શિક્ષણ આપવાનું કામ કરે છે. આ મઠોને પીઠો પણ કહેવામાં આવે છે. આ ગુરુઓ મુખ્યત્વે ધાર્મિક નેતાઓ છે.
શંકરાચાર્ય બનવા કેટલીક વિશેષ યોગ્યતાઓ પણ જરૂરી છે. જણાવી દઈએ કે શંકરાચાર્યના પદ પર બેઠેલા વ્યક્તિ માટે ત્યાગી બ્રાહ્મણ, બ્રહ્મચારી, દંડી સન્યાસી, સંસ્કૃત, ચતુર્વેદ, વેદાંત અને પુરાણોનો જાણકાર હોવો ખૂબ જ જરૂરી છે. આ સિવાય તે વ્યક્તિ રાજકીય ન હોવી જોઈએ.












Click it and Unblock the Notifications
