વિપક્ષ તરફથી પીએમ પદના ઉમેદવાર કોણ? જાણો શું કહ્યું શરદ પવારે?
કેન્દ્રમાં બીજેપી સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તાનાશાહી વલણથી વિપક્ષ એક થઈ રહ્યો છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષોમાં મોટી હલચલ છે ત્યારે હવે પીએમ પદને એનસીપી અધ્યક્ષ શરદ પવારનું મોટુ નિવેદન સામે આવ્યુ છે.
કર્ણાટકમાં બીજેપીને હરાવ્યા બાદ હવે વિપક્ષોમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે વિવિધ વિપક્ષી નેતાઓ વચ્ચે સતત બેઠકો ચાલી રહી છે. તમામ વિપક્ષી પાર્ટીઓ મોદીનો મુકાબલો કરવા માટે એકજૂથ થઈ રહી છે ત્યારે હાલમાં જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ હવે નીતિશ કુમારે શરદ પવાર સાથે મુલાકાત કરી હતી.

આ મુલાકાત બાદ શરદ પવારે પીએમ પદને લઈને મોટી વાત કરી છે. શરદ પવારે કહ્યું કે, મારી કોશિશ વિપક્ષોને સાથે લાવવાની છે. આવી જ વાત નીતિશ કુમાર કરી રહ્યા છે. હું આગળની ચૂંટણી લડી નથી રહ્યો તો પીએમ બનવાનો સવાલ જ ક્યાં છે. તેમણે કહ્યું કે, હું પીએમ પદની રેસમાં છું. આપણને એવા નેતૃત્વની જરૂર છે જે દેશના વિકાસ માટે કામ કરી શકે.
અહીં શરદ પવારે રાહુલ ગાંધીના પણ વખાણ કર્યા અને કહ્યું કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની પદયાત્રાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. રાહુલ ગાંધી વિશે કોઈ કંઈ પણ કહે મને ખાતરી છે કે લોકો રાહુલ ગાંધીની વિચારધારાને મજબૂત કરશે.
બીજી તરફ મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી ગઠબંધન વિશે શરદ પવારે કહ્યું કે, હજુ સુધી તેના પર કોઈ ચર્ચા થઈ નથી. તેમણે કહ્યું કે, મારા નિવાસસ્થાને એક મીટીંગ થઈ, જેમાં ચર્ચા કરવામાં આવી છે કે કે ત્રણેય પક્ષોના નેતા તેના પર નિર્ણય લેશે. ઉદ્ધવ ઠાકરે, સોનિયા ગાંધી કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે બેસીને ચર્ચા કરશે.












Click it and Unblock the Notifications
