Who is Vikas Divyakirti: કોણ છે દ્રષ્ટિ IASના સ્થાપક વિકાસ દિવ્યકીર્તિ? જાણો જીવન સફર
Who is Vikas Divyakirti: દિલ્હીના જૂના રાજેન્દ્ર નગરમાં થયેલા અકસ્માત બાદ MCD એ ડૉ. વિકાસ દિવ્યકીર્તિની કોચિંગ સંસ્થા દ્રષ્ટિ IAS ના ક્લાસ પણ સીલ કરી દીધા છે. રઈના આઈએએસ સ્ટડી સર્કલના ભોંયરામાં પાણી ભરાઈ જવાથી થયેલા મોત બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.
વહીવટીતંત્ર ભોંયરામાં ચાલતા વર્ગોને સીલ કરી રહ્યું છે. આ જ ક્રમમાં, મુખર્જી નગર ખાતે ડૉ. વિકાસ દિવ્યકિર્તિના કોચિંગ સેન્ટર દૃષ્ટિ IASના 5 વર્ગોને પણ સીલ કરવામાં આવ્યા છે.
આ ઘટના બાદ ડૉ. વિકાસ દિવ્યકીર્તિ ફરી એકવાર સમાચારમાં છે. લોકો તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ વિશે જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પૂર્વ સનદી અધિકારી ડૉ. દિવ્યકીર્તિ કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં પણ કામ કરી ચૂક્યા છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, ડૉ. વિકાસ દિવ્યકીર્તિ કોણ છે અને તેમની અત્યાર સુધીની સફર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો...
હરિયાણાના એક પ્રોફેસરના ઘરે થયો હતો વિકાસ દિવ્યકીર્તિનો જન્મ - ડૉ. વિકાસ દિવ્યકીર્તિનો જન્મ 26 ડિસેમ્બર 1973ના રોજ હરિયાણામાં થયો હતો. તેમના પિતા મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાં હિન્દી સાહિત્યના પ્રોફેસર હતા.
તેમની માતા ભિવાનીમાં પીજીટી શિક્ષક હતા. તેના બે મોટા ભાઈઓ છે, જેમાંથી એક અમેરિકામાં સોફ્ટવેર એન્જિનિયર છે, અને બીજો સીબીઆઈમાં ડીઆઈજી છે.

દિલ્હી યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું - ડૉ. વિકાસ દિવ્યકીર્તિએ તેમનું પ્રારંભિક શિક્ષણ હરિયાણાના ભિવાની જિલ્લાના સરસ્વતી શિશુ મંદિરમાંથી મેળવ્યું હતું. ત્યારબાદ તેમણે દિલ્હી યુનિવર્સિટીની ઝાકિર હુસૈન કોલેજમાંથી હિન્દીમાં બીએ કર્યું હતું. તેમની પાસે અંગ્રેજી અને હિન્દી બંનેમાં અનુસ્નાતકની ડિગ્રી તેમજ એમએ, એમફિલ અને પીએચડી લાયકાત છે.
UPSC પરીક્ષામાં AIR 384 હાંસલ કર્યું - પોતાની શૈક્ષણિક સફર પૂરી કર્યા બાદ ડૉ. દિવ્યકીર્તિએ દિલ્હી યુનિવર્સિટીમાં ભણાવવાનું શરૂ કર્યું હતું. પરિવારની અપેક્ષાઓથી પ્રેરાઈને, તેણે UPSCની તૈયારી શરૂ કરી અને 1996માં AIR 384 હાંસલ કર્યું હતું.
ગૃહ મંત્રાલયમાં થોડો સમય કામ કર્યા પછી, તેમણે તેમના શિક્ષણના જુસ્સાને અનુસરવાનું નક્કી કર્યું હતું. વર્ષ 1999 માં, ડૉ. દિવ્યકીર્તિએ દ્રષ્ટિ IAS કોચિંગ સેન્ટરની સ્થાપના કરી હતી.
1999 માં IAS સ્થાપનાનું વિઝન - 1999માં, ડૉ. વિકાસ દિવ્યકીર્તિએ દિલ્હીના મુખર્જી નગરમાં દ્રષ્ટિ IAS કોચિંગ સેન્ટરની સ્થાપના કરી હતી. તેમનો ઉદ્દેશ્ય UPSC પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો હતો. તેમની શિક્ષણ શૈલી અને સમર્પણએ તેમને વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય બનાવ્યા છે.
ડૉ. વિકાસ દિવ્યકીર્તિ એક પ્રતિષ્ઠિત પ્રોફેસર અને લેખક છે, જે દેશના સૌથી પ્રતિષ્ઠિત શિક્ષકોમાંના એક ગણાય છે. તેમની શૈક્ષણિક લાયકાત અને અનુભવ તેમને UPSC પરીક્ષા માટે ટોચના સ્તરના પ્રોફેસર-કોચ બનાવે છે.
દ્રષ્ટિ IAS સામે વિદ્યાર્થીઓનું પ્રદર્શન - તાજેતરમાં થયેલા અકસ્માતે તેમની સંસ્થા પર સવાલો ઉભા કર્યા છે. ગઈકાલે રાત્રે વિદ્યાર્થીઓએ મુખર્જી નગરમાં તેમના ઘરની બહાર પ્રદર્શન કર્યું હતું. આ ઘટનાએ લોકોનું ધ્યાન તેમની તરફ ખેંચ્યું છે, અને ફરી એકવાર તેઓ ચર્ચામાં આવી ગયા છે.
આ ઘટનાથી માત્ર દ્રષ્ટિ IAS જ નહીં, પરંતુ સમગ્ર કોચિંગ ઈન્ડસ્ટ્રીને પણ અસર થઈ છે. હવે જોવાનું એ રહે છે કે, આગળ શું પગલાં લેવામાં આવે છે, અને પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
