• search

નરેન્દ્ર મોદી કેબિનેટમાં કોણ થશે ઇન અને કોણ થશે આઉટ?

નવી દિલ્હી, 14 મે : લોકસભા ચૂંટણી 2014 માટેની મતગણતરી 16 મેના રોજ સવારે શરૂ થશે અને બપોર સુધીમાં 16મી લોકસભામાં સરકાર કોણ રચશે તે અંગેનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે. મોટા ભાગના લોકો એક્ઝિટ પોલમાં વિશ્વાસ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે એક્ઝિટ પોલ સાચા પડશે અને એક્ઝિટપોલમાં જે દર્શાવવામાં આવ્યું તેવા જ પરિણામ બહાર આવશે. આમ થશે તો નરેન્દ્ર મોદીની સરકાર બનશે એ પાક્કી વાત છે. આવા સમયે પ્રશ્ન એ થાય કે નરેન્દ્ર મોદીની સરકારમાં કયું મંત્રીપદ કોને મળશે. નરેન્દ્ર મોદી પોતાના નજીક ગણાતા મિત્રોને કેવી ભેટ આપશે અને પોતાનો વિરોધ કરનારાઓને કેવો સબક શીખવાડશે.

આ અંગેનો ક્યાસ લગાવતા પહેલા નરેન્દ્ર મોદીની કામ કરવાની રીત સમજવી પડે તેમ છે. તેઓ વર્ષ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ત્યારથી તેઓ 14 વર્ષ સુધી શાસન કરતા આવ્યા છે. આ વર્ષોમાં તેમના કામની રીતમાં એક બાબત નોંધનીય રીતે જોવા મળી છે કે તેઓ સત્તા સંચાલનના તમામ સૂત્ર પોતાના હાથમાં રાખે છે. તેઓ ગુજરાત સરકારમાં સર્વેસર્વા છે.

બીજી બાબત એ છે કે સરકાર ઉપરાંત તેઓ પાર્ટી સંગઠનની ચાવી પણ પોતાની પાસે જ રાખે છે. ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને આરએસએસના સંગઠન મંત્રી પણ નરેન્દ્ર મોદીની પસંદગીનું ખાસ ધ્યાન રાખે છે. મંત્રીઓની જવાબદારીઓ તેઓ જ નક્કી કરતા હોય છે. આ ઉપરાંત મંત્રીઓના પરફોર્મન્સનું ઓડિટ પણ કરતા હોય છે. તેમણે સરકારનો વહીવટ ચલાવવા માટે અધિકારીઓ અને ટેક્નોક્રેટની ફોજ ઉભી કરી છે.

ગૃહ મંત્રાલય કોની પાસે?

ગૃહ મંત્રાલય કોની પાસે?

નરેન્દ્ર મોદીની સરકારમાં અતિ મહત્વના ગણાતા ગૃહ મંત્રાલયની જવાબદારી અન્ય કોઇને નહીં સોંપાતા તેઓ પોતાની પાસે રાખે એવી શક્યતા છે. આ મંત્રાલય ચલાવવા માટે તેઓ રાજ્ય કક્ષાના મંત્રીઓની મદદ લઇ શકે છે. સામાન્ય રીતે ગૃહ પ્રધાનને વડાપ્રધાન બાદ સરકારમાં બીજા નંબરે ગણવામાં આવે છે. જો કે ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખીને આ અંગેની ચર્ચાનો તેઓ અંત લાવવા માંગે છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ટ્રાન્સપોર્ટેશન

ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ટ્રાન્સપોર્ટેશન

રોકાણ અને રોજગાર સર્જન માટે મહત્વના ગણાતા ઇફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટેશન વિભાગને તેઓ પોતાની પાસે રાખી શકે છે.

સાથી પક્ષોને મહત્વના મંત્રાલયો નહીં

સાથી પક્ષોને મહત્વના મંત્રાલયો નહીં

સંઘ સાથેની મીટિંગમાં એક બાબત સ્પષ્ટ થઇ ગઇ છે કે મહત્વના મંત્રાલયો ભાજપ પાસે જ રહેશે. તે મિત્ર પક્ષોને આપવામાં આવશે નહીં. નોંધનીય છે કે વાજપેયી સરકારમાં રક્ષા મંત્રાલય જ્યોર્જ ફર્નાન્ડિઝ સંભાળતા હતા.

મહત્વના મંત્રાલય કોની પાસે?

મહત્વના મંત્રાલય કોની પાસે?

નરેન્દ્ર મોદી નાણા મંત્રાલય અરૂણ જેટલીને સોંપી શકે છે, સુષ્મા સ્વરાજને વિદેશ મંત્રાલય સોંપી શકાય છે. નરેન્દ્ર મોદી પ્રયત્ન કરશે કે રાજનાથ સિંહ સરકારમાં આવે. જો કે રાજનાથ આ અંગેનો ઇનકાર કરી ચૂકયા છે. તેઓ સરકારમાં આવશે તો તેમને રક્ષા મંત્રાલય સોંપવામાં આવી શકે છે.

અન્ય કોણ હશે સરકારમાં મંત્રી?

અન્ય કોણ હશે સરકારમાં મંત્રી?

ભાજપના વરિષ્ઠ નેતાઓ જેવા કે વેંકૈયા નાયડુ, નીતિન ગડકરી, રવિશંકર પ્રસાદ વગેરે પણ સરકારમાં સામિલ થશે એવું માનવામાં આવી રહ્યું છે. જો કે ગડકરીને પાર્ટીના અધ્યક્ષ બનવાની ઇચ્છા છે.

પાર્ટી સંગઠનના નેતાઓને પણ તક

પાર્ટી સંગઠનના નેતાઓને પણ તક

માનવામાં આવે છે કે પાર્ટી સંગઠનના મોટા નેતાઓ સરકારમાં આવશે. આ નેતાઓમાં પાર્ટી મહાસચિવ અનંત કુમાર, ધર્મેન્દ્ર પ્રધાન, રાજીવ પ્રતાપ રૂડી, જગત પ્રતાપ રૂડ્ડા, થાવરચંદ ગહેલોતને મોદી સરકારમાં સ્થાન મળી શકે છે. આ ઉપરાંત અરૂણ શૌરી પણ પાછા ફરી શકે છે.

કયા સાથી પક્ષોને મંત્રીમંડળમાં સ્થાન?

કયા સાથી પક્ષોને મંત્રીમંડળમાં સ્થાન?

ભાજપના સાથી પક્ષોમાં શિવસેના, અકાલીદલ અને લોકજનશક્તિ પાર્ટીના નેતાઓને મહત્વના મંત્રાલયો મળી શકે છે. જો કે નરેન્દ્ર મોદી મોટા મંત્રીમંડળમાં માનતા નથી આથી તેઓ શક્ય તેટલું નાનું મંત્રીમંડળ રાખશે એમ માનવામાં આવે છે.

અડવાણી અને જોશીનું સ્થાન ક્યાં?

અડવાણી અને જોશીનું સ્થાન ક્યાં?

રાજકીય વર્તુળોમાં સ્પષ્ટ રીતે માનવામાં આવી રહ્યું છે કે પાર્ટીમાં નરેન્દ્ર મોદીનો વિરોધ કરનારા લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને મંત્રીમંડળની બહાર રાખવામાં આવશે. શક્ય છે કે અડવાણી એનડીએના કાર્યકારી અધ્યક્ષ બને. જ્યારે મુરલી મનોહર જોશીને સ્પીકર બનાવવામાં આવે.

આવતા સપ્તાહે રાઝ ખુલશે

આવતા સપ્તાહે રાઝ ખુલશે

નરેન્દ્ર મોદી સરકારમાં કોઇ ઇન અને કોણ આઉટ થશે તેનો રાઝ આવતા સપ્તાહે ચૂંટણી પરિણામ આવ્યા બાદ જ ખુલશે.

English summary
Speculations are started in political circles that Narendra Modi will keep in his favorite and keep out his opposites in new government cabinet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more