For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી MCD ચૂંટણીમાં કોને કેટલી સીટો મળશે? જાણો લેટેસ્ટ ABP C-Voter ઓપિનિયન પોલ!

દિલ્હી એમસીડી ઈલેક્શનની જાહેરાત થઈ ગઈ છે. લાંબા વિવાદ બાદ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે હવે આમ આદમી પાર્ટી સત્તા મેળવવા માટે મેદાનમાં ઉતરી છે તો બીજી તરફ બીજેપી માટે જીત ઈજ્જતનો સવાલે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

દિલ્હી : દિલ્હી એમસીડી ઈલેક્શનની જાહેરાત થઈ ગઈ છે. લાંબા વિવાદ બાદ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે હવે આમ આદમી પાર્ટી સત્તા મેળવવા માટે મેદાનમાં ઉતરી છે તો બીજી તરફ બીજેપી માટે જીત ઈજ્જતનો સવાલે છે. હાલ પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે એબીપી-સી વોટરનો ઓપિનિયન પોલ સામે આવ્યો છે.

Delhi MCD

દિલ્હીના તમામ 250 વોર્ડમાં 4 ડિસેમ્બરે મતદાન થવાનું છે ત્યારે આ સર્વેમાં જોવા મળ્યુ છે કે દિલ્હી એમસીડીની સત્તા કોને મળવા જઈ રહી છે.
આ ઓપિનિયન પોલમાં 1 હજાર 292 લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો છે. આ સર્વે નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં કરાયો છે. સર્વેમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે MCD ચૂંટણીમાં કોને કેટલી સીટો મળી શકે છે? આ પ્રશ્નના આશ્ચર્યજનક જવાબો મળ્યા છે.

પોલ અનુસાર, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને 250માંથી 138 સીટો મળી રહી છે. આ પછી આમ આદમી પાર્ટીને 104-124, કોંગ્રેસને 4-12 અને અન્યને 0-4 બેઠકો મળવાની આશા છે.

કોને પાસે કેટલી સીટો મળી શકે?
કુલ સીટ :250
BJP : 118-138
AAP : 10 -124
Congress : 4-12
અન્ય : 0-4

ઓપિનિયન પોલમાં એક સવાલ એ પણ કરાયો હતો કે કોને કેટલા મત મળશે? આ સવાલના જવાબમાં લોકોએ ભાજપને સૌથી વધુ 42 ટકા વોટ મળવાની ધારણા વ્યક્ત કરી છે. આ પછી AAPને 40 ટકા વોટ મળી શકે છે. કોંગ્રેસને 16 ટકા અને અન્યને 2 ટકા મળવાની ધારણા છે.

કોને કેટલા મત મળી શકે?
કુલ સીટ : 250
ભાજપ : 42%
તમે : 40%
કોંગ્રેસ : 16%

English summary
Who will get how many seats in Delhi MCD elections?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X