પાર્ટી ગડકરીને અધ્યક્ષ બનાવવાની તરફેણમાં હતી : રાજનાથ

રાજનાથ સિંહ બીજીવાર પાર્ટીના અધ્યક્ષ તરીકે ચૂંટાઇ આવ્યા છે. આ અવસરે તેમણે જણાવ્યું કે અધ્યક્ષ પદને તેઓ દાયિત્વની રૂહે સ્વીકાર કરે છે. તેઓ પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીની આશાઓ પર ખરા ઉતરવાની પૂરેપૂરી કોશીશ કરશે.
આ પહેલા આડવાણીએ રાજનાથસિંહને અધ્યક્ષ તરીકે ચૂંટવા પર જણાવ્યું કે રાજનાથસિંહમાં લોકોને જોડીને રાખવાની ક્ષમતા છે. તેઓ ખેડૂતોની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રીત કરે છે. હવે તેઓ બીજેપીને આગળ વધારશે. રાજનાથસિંહ એ નક્કી કરે કે તેઓ અનૈતિક આચરણની સાથે કોઇપણ પ્રકારે સમાયોજન નહી કરે. સાથે સાથે સૌથી મોટા પ્રદેશ ઉત્તર પ્રદેશમાં બીજેપીની સ્થિતિ મજબૂત કરશે.
રાજનાથ સિંહે કોંગ્રેસ પર હુમલો કરતા જણાવ્યું કે આપણો દેશ સંકટના દૌરમાંથી પસાર થઇ રહ્યો છે અને તેના માટે કોઇ રાજનૈતિક પાર્ટી જવાબદાર છે તો તે કોંગ્રેસ છે. દેશમાં દરેક પ્રકારના સંકટ માટે કોંગ્રેસ જવાબદાર છે.
ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેના આ ભાષણ પર રાજનાથે જણાવ્યું કે સરકાર વોટ બેંક માટે દેશમાં સાંપ્રદાયિકતાનું ઝહેર ફેલાવી રહી છે. આવતીકાલથી આખા દેશમાં આ અંગે આંદોલન શરૂ કરવામાં આવશે. વર્ષ 2014માં સરકાર બનશે તો બીજેપીના નેતૃત્વમાં એનડીએની સરકાર જ બનશે.
આ અવસરે બીજેપીના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીએ જણાવ્યું કે 'જ્યારે મને લાગ્યું કે મને બદનામ કરીને પાર્ટીને બદનામ કરવાની કશિશ થઇ રહી છે તો હું પાર્ટી અધ્યક્ષ પદ પર નહીં રહું. આ સંબંધમાં લાલકૃષ્ણ આડવાણી, સુષમા સ્વરાજ સાથે વાતચીત કરી. અને આખરે એ નિર્ણય લેવામાં આવ્યો કે 2014ની ચૂંટણીનો ભાર રાજનાથ સિંહ પર સોંપવામાં આવે. અને તેમને જ પાર્ટીના અધ્યક્ષ બનાવવા જોઇએ. રાજનાથસિંહ જે પણ કામ આપશે તેને પૂરી જવાબદારીથી પૂર્ણ કરવાનું વચન આપું છું.'












Click it and Unblock the Notifications
