ભારતમા તમામ મહામારીની શરૂઆત કેરળથી જ કેમ થાય છે? છે આ ખાસ કારણ

દુનિયાભરમાં હાલ એક પછી એક મહામારીઓ આવી રહી છે. કોરોના, નિપાહ અને મંકિપોક્સ જેવા ઘણા વાયરલ કહેર મચાવી રહ્યા છે. ભારતમાં પણ આ વાયરસ જોવા મળ્યા છે.

આ વાયરસની ભારતમાં એન્ટ્રી થઈ ત્યારે તમે એક વાત પર ધ્યાન નહીં આપ્યુ હોય કે તે સૌથી પહેલા કેરળમાં જોવા મળ્યા છે. હવે સવાલ થાય કે આવુ કેમ?

Corona virus

ભારતમાં કોરોનાનો પહેલો કેસ પણ કેરળમાંથી મળ્યો હતો. અન્ય વાયરસ વિશે વાત કરીએ તો ભારતમાં નિપાહ વાયરસનો પ્રથમ કેસ પણ કેરળમાંથી નોંધાયો હતો અને મંકીપોક્સનો કેસ પણ અહીં જ સૌપ્રથમ જોવા મળ્યો હતો. આખરે આમ થવા પાછળ કારણ શું હોઈ શકે?

જણાવી દઈએ કે, કેરળમાં રહેતા ઘણા લોકો વિશ્વના વિવિધ દેશોમાં મેડિકલ ફેકલ્ટી સાથે જોડાયેલા છે. આ સ્થિતિમાં જ્યારે તેઓ તેમના ઘરે પાછા ફરે છે ત્યારે તે ઘણા પ્રકારના વાયરસ પણ સાથે લાવે છે.

આ સિવાય કેરળમાં વન્યજીવોની ગીચતા ઘણી વધારે છે. વનને કારણે આ પ્રાણીઓ લોકોની નજીક રહે છે. આ સ્થિતિમાં આ પ્રાણીઓમાંથી ઘણા જીવલેણ વાયરસ માણસોમાં ફેલાય છે. કેરળના લોકો તેમના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત છે. જો તેઓને કોઈ લક્ષણો દેખાય તો તેમની તપાસ કરવામાં આવે છે. જેના કારણે વાયરસ મળી આવે છે.

આ સિવાય કોરોના દરમિયાન ઘણા લોકો પોતાની બીમારી છુપાવીને જાહેરમાં ફરતા જોવા મળ્યા હતા. પરંતુ કેરળના લોકોના શિક્ષણને કારણે તેઓ અલગ-અલગ રહ્યા. કદાચ આ જ કારણ છે કે અહીં કોઈ પણ વાયરસ પહેલા મળી આવે તો પણ તેની રાજ્ય પર બહુ અસર થતી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X