આખરે આ સવાલોના જવાબ આપવામાં કેમ કતરાય છે પ્રિયંકા અને કોંગ્રેસ?

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 એપ્રિલ: ભાજપ તરફથી કોંગ્રેસ અને પ્રિયંકા ગાંધીથી રોબર્ટ વાઢેરા અને જમીન સાથે જોડાયેલા સોદાઓને લઇને જે વાતો કરવામાં આવી રહી છે, તેનાથી પ્રિયંકા અને કોંગ્રેસ બંને ભડકી ઊઠ્યા છે. પ્રિયંકા કહે છે કે ભાજપ અથવા નરેન્દ્ર મોદી તરફથી જ્યારે જ્યારે તેમના પતિ પર કોઇ આરોપ લગાવવામાં આવશે ત્યારે ત્યારે તે જવાબ આપતી રહેશે. જ્યારે કોંગ્રેસ પણ ભાજપને વાઢેરા પર લગાવવામાં આવેલા આરોપોના કારણે આડા હાથે લઇ રહી છે.

પરંતુ એ પણ સત્ય છે કે કોંગ્રેસ અને પ્રિયંકા બંને ભાજપ તરફથી પૂછવામાં આવેલા કેટલાંક સવાલોના જવાબ આપવાને બદલે તેને ટાળવા યોગ્ય સમજી રહ્યા છે. ભાજપ તરફથી 13 એવા સવાલો પૂછવામાં આવ્યા છે કે જેનો જવાબ કોંગ્રેસ અથવા પ્રિયંકા બંનેમાંથી કોઇપણ પણ આપી નથી શકતું.

આ સવાલોમાં રોબર્ટ વાઢેરાની સંપતિ સાથે જોડાયેલા સવાલોની સાથે જ કેટલાંક એવા સવાલો પણ છે જે ક્યાંકને ક્યાંક કોંગ્રેસ માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. અત્રે સૌથી મોટો સવાલ છે કે જો રોબર્ટ વાઢેરા સંપૂર્ણ ઇમાનદાર છે તો પછી આ સવાલોનો જવાબ આપીને કોંગ્રેસ અને પ્રિયંકા ભાજપનું મોઢું કેમ બંધ નથી કરી દેતી?

આવો એક નજર કરીએ એ સવાલો પર જેનો જવાબ ભાજપ પ્રિયંકા અને કોંગ્રેસ બંને પાસેથી માગી રહી છે અને બંને જવાબ આપવાથી કતરાઇ રહ્યા છે.

વાઢેરાને સણસણતા સવાલ

વાઢેરાને સણસણતા સવાલ

એક લાખ રૂપિયા રોકડા અને બેંક બેલેન્સની સાથે 7.5 કરોડ રૂપિયાની રાશિવાળો ચેક જેનો નંબર 607251 છે, સ્કાઇલાઇટ હોસ્પિટાલિટીથી 9 ફેબ્રુઆરી 2008ના રોજ ઓમકારેશ્વર પ્રોપર્ટીના નામે કેવી રીતે ઇશ્યૂ કરી દીધો? 12 ફેબ્રુઆરી 2008 કોની તરફથી 45 લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટી તરીકે આપવામાં આવી.

2

2

શું ચેક નંબર 607251 સ્કાઇટલાઇટ હોસ્પિટાલિટીનો હતો અને શું આ ચેકને બેંકમાં કેશ કરાવવા માટે રજૂ કરવામાં આવ્યો?

3

3

ઓમકારેશ્વર પ્રોપર્ટીના લાભાન્વિત માલિક કોણ છે?

4

4

સ્કાઇલાઇટ હોસ્પિટાલિટીની સાથે થયેલી આ ડીલ કયા ફાયદા અંતર્ગત નક્કી કરવામાં આવી હતી?

5

5

જ્યારે ડિએલએફ રિટેલ ડેવલપર્સ તરફથી સ્કાઇલાઇટ હોસ્પિટાલિટીને 5 મે 2008ના રોજ 6.5 કરોડ, 10 મે 2008ના રોજ એક કરોડ અને 12 મે 2008ના રોજ 55 લાખ રૂપિયા એડવાન્સ પેમેન્ટ કરવામાં આવ્યું તો આ ડીલનો ઉદેશ્ય શું હતો? શું આવનારા સમયમાં આ એડવાન્સ પેમેન્ટ્સનો ઉદેશ્ય બદલાઇ ગયો?

6

6

શું 7.95 કરોડની 9 ઓગસ્ટ 2008ના રોજ ઓમકારેશ્વર પ્રોપર્ટી માટે ચેક નંબર 987951 દ્વારા ડીએલએફ તરફથી મેળવવામાં આવેલી રકમ બાદ સ્ટેમ્પ ડ્યૂટી કરવામાં આવી ન્હોતી?

7

7

28 માર્ચ 2008ના રોજ માત્ર 18 દિવસની અંદર બે લાખ સ્ક્વેર ફૂટની જમીનને વ્યાવસાયિક ઉદ્દેશ્યથી લેટર ઓફ ઇંટેટ ઇશ્યૂ કરતા પહેલા શું સ્કાઇલાઇટ હોસ્પિટાલિટીના ઇરાદાઓ અથવા તો તેની ટેકનીકલ અઠવા ફાયનાન્સિયલ ક્ષમતાઓ અંગે અનુમાન લગાવ્યું હતું?

8

8

પાંચ મે 2008ના રોજ સ્કાઇલાઇટ હોસ્પિટાલિટી અને ડીએલએફ રિટેલ ડેવલપર્સ તરફથી આ સાઇટને વ્યાવસાયિક રીતે પ્રયોગ કરવા માટે એક આંતરિક એકરાર થયો. રજિસ્ટ્રેશન એક્ટની વિરુધ્ધ જઇને લાયસન્સ ઓથોરિટી તરફથી આ બિન રજિસ્ટ્રેશન એગ્રીમેન્ટ પર શા માટે ધ્યાન આપવામાં આવ્યું?

9

9

જ્યારે ડીએલએફ રિટેલ ડેવલપર્સ માટે લાયસન્સ જારી કરવા ઉપરાંત બીજા તમામ કાર્યો કરવામાં આવ્યા હતા પછી સ્કાયલાઇટ હોસ્પિટાલિટી માટે કમર્શિયલ કોલોનીનું લાયસન્સ શા માટે જારી કરવામાં આવ્યું?

10

10

જ્યારે સ્કાયલાઇટ હોસ્પિટાલિટી પહેલા જ 50 કરોડ રૂપિયાની સમજૂતી પર સાઇન કરી ચૂકી હતી તો પથી કેમ 18 જાન્યુઆરી 2011ના રોજ સ્કાઇલાઇટ હોસ્પિટાલિટી માટે કોમર્શિલય કોલોનીનું લાયસન્સ રિન્યૂ કરવામાં આવ્યું?

11

11

કઇ પરિસ્થિતિઓ હેઠળ કોલોનીના લાયસન્સને ટ્રાંસફર કરવા અને તેને વેચવાની પરવાનગી આપવામાં આવી?

12

12

શું રાહુલ અને સોનિયા ગાંધી રોબર્ટ વાઢેરાના બિઝનેઝ મોડલનું સમર્થન કરે છે? વાઢેરાનું બિઝનેસ મોડેલ એક એવું મોડેલ છે જેને જમીનનો પ્રયોગ કરવા માટે સરકારની મંજૂરીની જરૂરીયાત નથી પડતી.

13

13

હરિયાણામાં ત્રણ જૂન 2013ના રોજ કૈગ તરફથી લાયસન્સ જારી કરવા અને કોલોનીના વિકાસથી જોડાયેલ જે ઓડિટ થયું તેનું શું થયું?

English summary
Why congress and Priyanka Gandhi are ignoring questions asked by BJP related to Robert Vadra?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X