વિશ્વના સૌથી અમીર શખ્સ એલન મસ્કે આ ભારતીય નેતાની માફી માંગી
વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભારતના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલની માફી માંગી છે. આપને જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ ચાર દિવસીય અમેરિકાના પ્રવાસે છે.

વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે કેલિફોર્નિયાના ફ્રેમોન્ટમાં ટેસ્લાની ફેક્ટરીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ઈલોન મસ્ક ત્યાં હાજર ન હતા. જેના માટે તેણે હવે સોશિયલ મીડિયા પર માફી માંગી છે.
ટેસ્લાની ફેક્ટરીની મુલાકાત લીધા બાદ પીયૂષ ગોયલે ટ્વિટર પર લખ્યું કે તેમણે કેલિફોર્નિયાના ફ્રેમોન્ટમાં ટેસ્લાની અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની મુલાકાત લીધી. પ્રતિભાશાળી ભારતીય ઇજનેરો અને ફાઇનાન્સ પ્રોફેશનલ્સને વરિષ્ઠ હોદ્દા પર કામ કરતા અને ગતિશીલતામાં પરિવર્તન લાવવા માટે ટેસ્લાની નોંધપાત્ર સફરમાં યોગદાન આપતા જોવાનું ખૂબ જ આનંદદાયક છે.
તેમણે આગળ લખ્યું કે, ટેસ્લાને EV સપ્લાય ચેઇનમાં ભારતમાંથી ઓટો કમ્પોનન્ટ સપ્લાયર્સનું વધતું મહત્વ જોઈને પણ ગર્વ છે. તે ભારતમાંથી તેના ઘટકોની આયાત બમણી કરવાના માર્ગ પર છે. પરંતુ એલન મસ્કને મિસ કર્યા. તેમની ચુંબકીય હાજરી અને તેમના ઝડપથી સ્વસ્થ થવાની હું કામના કરું છું.
આ અંગે હવે એલન મસ્ક તરફથી જવાબ આવ્યો છે. એલન મસ્કે લખ્યું કે, "તમે ટેસ્લા આવ્યા એ અમારા માટે સમ્માનની વાત છે. આજે કેલિફોર્નિયાની મુસાફરી ના કરી શકવા બદલ હું દિલગીર છું, પરંતુ હું ભવિષ્યની તારીખે મળવા માટે આતુર છું."












Click it and Unblock the Notifications
