For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડના આ દાદીએ પોતાની તમામ સંપત્તિ રાહુલ ગાંધીના નામે કેમ કરી? - પ્રેસ રિવ્યૂ

ઉત્તરાખંડના આ દાદીએ પોતાની તમામ સંપત્તિ રાહુલ ગાંધીના નામે કેમ કરી? - પ્રેસ રિવ્યૂ

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

દેહરાદૂનનાં એક 70 વર્ષીય વૃદ્ધાએ તાજેતરમાં જિલ્લા કોર્ટમાં પોતાનું વસિયતનામું રજૂ કર્યું હતું. જેમાં તેમણે પોતાની તમામ સંપત્તિ રાહુલ ગાંધીના નામે કરી છે.

રાહુલ ગાંધીના નામે પોતાની તમામ સંપત્તિ કરનારાં દાદી પુષ્પા

એનડીટીવીના અહેવાલ પ્રમાણે આ વૃદ્ધાનું નામ પુષ્પા મુંજિયલ છે. તેમણે સોમવારે દેહરાદૂન જિલ્લા કોર્ટમાં વસિયતનામું રજૂ કર્યું હતું.

કોર્ટમાં તેમણે વસિયતનામું રજૂ કર્યું તે સમયે તેમની સાથે જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ લાલચંદ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.

લાલચંદ શર્માએ એનડીટીવી સાથેની વાતચીતમાં કહ્યું કે, "મુંજિયલે મને કહ્યું કે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ દેશ માટે તેમનો જીવ ગુમાવ્યો હતો.

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પોતાનું જીવન દેશની સેવા માટે સમર્પિત કરી રહ્યાં છે. તેઓ બંનેથી ખુબ પ્રભાવિત છે."


ગુજરાતમાં નરી આંખે દેખાયેલો અગનગોળો ચીનનું રૉકેટ હતું?

કાટમાળ

ગુજરાત, મધ્ય પ્રદેશ તેમજ મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં શનિવારે રાત્રે ઉલ્કાપિંડ જેવા અગનગોળાનો નજારો જોવા મળ્યો હતો. જોકે આ ચીનના રૉકેટનો કાટમાળ હોવાની શક્યતા સેવાય છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, શનિવારે રાત્રે ત્રણ રાજ્યમાં જોવા મળેલા નજારા બાદ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના એક ગામમાં ધાતુના બે ટુકડા મળી આવ્યા હતા. જેની તપાસ માટે જિલ્લા કલેક્ટરે આદેશ આપ્યા છે.

જ્યારે ઇસરોના સત્તાધીશોએ ટાઇમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જે સમયે આકાશમાં ઉલ્કાપિંડ જેવો અગનગોળો જોવા મળ્યો. તે સમયે અંતરિક્ષમાંથી ચાર પદાર્થોનો કાટમાળ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશવાનો હતો.

આ ચાર અવકાશીય પદાર્થોમાં એક રૉકેટની બૉડી, સ્ટારલિંક સૅટેલાઇટ અને અવકાશમાં બે સૅટેલાઇટ અથડાતા તેનાં ટુકડાનો સમાવેશ થતો હતો.

જોકે, ઇસરોનાં અધિકારી પ્રમાણે, આ ચારેય પદાર્થો પૈકી માત્ર ચીનના રૉકેટનો કાટમાળ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યા બાદ ભારત પરથી પસાર થઈને મ્યાંમાર પાસે પડવાનો હતો.

જોકે, યુએસસ્પેસકૉમને ટાંકીને ઇસરોના અધિકારીએ ટીઓઆઈને કહ્યું હતું કે, રૉકેટનો આ કાટમાળ પહેલાં સવારના સમયે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશવાનું હતું, જેનો સમય આગળ જતાં મોડીસાંજ થયો અને કાટમાળનાં જે ટુકડા મળી આવ્યાં છે, તે પણ રૉકેટના ભાગ જેવા લાગી આવે છે. જેથી શક્યતા નકારી શકાય તેમ નથી.


ગોરખનાથ મંદિરમાં સર્જાયેલી ઘટના કાવતરાંનો ભાગ હોઈ શકે : યુપી પોલીસ

https://twitter.com/ANINewsUP/status/1510978853711523840

ગોરખપુરમાં આવેલા ગોરખનાથ મંદિર બહાર એક યુવાને ધારદાર હથિયાર સાથે હોબાળો મચાવ્યો હતો. જેમાં બે પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયાં છે. પોલીસ આ ઘટનાને કોઈ મોટા કાવતરાંનો ભાગ ગણાવી રહી છે.

અંગ્રેજી અખબાર ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, આ યુવક 29 વર્ષીય અહેમદ મુર્તુઝા અબ્બાસી છે અને તેઓ મુંબઈ આઈઆઈટીમાંથી ગ્રૅજ્યુએટ થયાં છે.

ઇન્ડિયન એક્સપ્રેસે ઉત્તર પ્રદેશ પોલીસને ટાંકીને લખ્યું છે કે ગોરખાનાથ મંદિર બહાર બે પોલીસ જવાન પર થયેલો હુમલો એ કોઈ મોટા કાવતરાંનો એક ભાગ છે. તેને 'આતંકી હુમલો' પણ કહી શકાય.

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ આ મંદિરના મુખ્ય પૂજારી છે અને 2017માં તેઓ મુખ્ય મંત્રી બન્યા બાદથી આ મંદિરનું મહત્વ વધી ગયું છે.

ઘટના બાદ પણ મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતાં અને તેમણે ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓની મુલાકાત લીધી હતી.

પોલીસે અબ્બાસીની ધરપકડ કરી લીધી છે અને તેની તપાસ કરતાં એક લેપટોપ અને અન્ય એક ધારદાર હથિયાર મળી આવ્યું હતું.



https://www.youtube.com/watch?v=e5Hfw3_9yxs

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Why did this grandmother from Uttarakhand make all her property in the name of Rahul Gandhi? - Press Review
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X