રાત્રે સપનાઓ કેમ આવે છે? આમ થવા પાછળ એક આખુ વિજ્ઞાન કામ કરે છે

સપનાઓની દુનિયા આખી અનોખી દુનિયા છે. માણસ સપનાઓમાં ઘણી એવી વસ્તુઓ જોવે છે જે હકિકતથી ઘણી દુર છે. સપનાઓ બધાને આવે છે પણ લોકો આમ થવાનું કારણ નથી જાણતા.

સવાલ એ છે કે આ સપના કેમ આવે છે? શું આની પાછળ કોઈ વિજ્ઞાન છે? જ્યારે પણ આપણે રાત્રે સૂઈએ છીએ અને સવારે જાગીએ છીએ ત્યારે આપણને યાદ આવે છે કે આપણે રાત્રે સ્વપ્ન જોયું હતું.

dreams

ઘણી વખત એવા સપના આવે છે જે આપણે દિવસ દરમિયાન જોયુ હોય અને તે સપનાઓનું વારંવાર પુનરાવર્તન થાય છે.

વિજ્ઞાન અને મનોવિજ્ઞાન અનુસાર, સપનાના ઘણા અર્થ હોય છે પરંતુ તેનો અર્થ જાણતા પહેલા એ જાણવું જરૂરી છે કે સપના શું છે? ધ ઓરેકલ ઓફ નાઈટ, ધ હિસ્ટ્રી ઓફ ધ સાયન્સ ઓફ ડ્રીમ્સના લેખક ન્યુરોસાયન્ટિસ્ટ સિદ્ધાર્થ રિબેરો સમજાવે છે કે દરેક વ્યક્તિ સપના જુએ છે. વ્યક્તિને યાદ હોય કે ન હોય.

આ અંગે રિબેરો કહે છે કે, લોકોને આંખની ઝડપી મૂવમેન્ટ એટલે કે ઊંઘ દરમિયાન આંચકા આવે છે, આ સ્ટેજ રાતના બીજા ભાગમાં આવે છે. આ સમયગાળા દરમિયાન ઘણા સપના જોવા મળે છે.

સપના અચેતન અને સભાન મન વચ્ચે સેતુ જેવું કામ કરે છે. તેમના સંશોધન મુજબ દોઢ કલાકની ઊંઘમાં અંદાજે 5 સપના આવે છે. સપના આપણા અચેતન મનની ઈચ્છાઓ અને ડરથી પ્રભાવિત હોય છે. જો સરળ ભાષામાં સમજીએ તો માણસનું મગજ રાત્રે સૂતી વખતે પણ સક્રિય રહે છે, જેના કારણે સપના આવે છે.

તમારા સપનામાં કોઈ વ્યક્તિ વારંવાર આવે છે તો તેની પાછળનું કારણ એ છે કે તમે તે વ્યક્તિ વિશે વધારે પડતું વિચારો છો. આવું ત્યારે થાય છે જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો અથવા તમને તેની સાથે ભાવનાત્મક લગાવ હોય, ત્યારે તે વસ્તુ તમારા મગજમાં ચોંટી જાય છે અને દરેક સમયે તે જ વ્યક્તિ તમારા મગજમાં દોડતી રહે છે જે રાત્રે તમારા સપનામાં પણ આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X