તુલસી અને મોદીના અસ્સી ઘાટમાં પ્રવાસીઓની ભીડ
નવી દિલ્હી, (વિવેક શુક્લા): વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફાઇ અભિયાનના શ્રીગણેશ કરવાની સાથે જ મશહૂર થયો કાશીનો અસ્સી ઘાટ હવે વિદેશી પ્રવાસીઓથી ખચોખચ ભરેલો રહે છે. બનારસમાં આવનાર બધા વિદેશી પ્રવાસીઓ અહીં આવવા માંગે છે.
કહેવાવાળા કહે છે કે તુલસીદાસે ગંગાના અસ્સી ઘાટ પર જ રામચરિતમાનસની રચના કરી હતી. જાણકારોનું કહેવું છે કે દશાશ્વમેઘ ઘાટની ગંગા આરતીની સાથે હવે અસ્સી પર સહ્રૂ થયું 'સુબહ-એ-બનારસ' પ્રવાસીઓને પોતાની તરફ આક્રર્ષિત કરી રહ્યો છે.

સુબહ-એ-બનારસ
લગભગ રોજ સવારથી વિદેશી 'સુબહ-એ-બનારસ'ની રાગમાલાનો આનંદ લે છે. આરતી અને હવનમાં સામેલ થઇ શકે છે. ગત અઠવાડિયે ઓસ્ટ્રેલિયા, કેનેડા અને બ્રિટેનના ઘણા વિદેશી પ્રવાસીઓની ટુકડી અહીં પહોંચી. બનારસ થઇને પરત ફરેલા રાજધાનીના એક પત્રકારે જણાવ્યું હતું કે પીએમ મોદીના લીધે બનારસને વિદેશી પ્રવાસીઓમાં વધુ પસંદ કરવામાં આવી રહ્યું છે.
મીડિયામાં મોદીને ઝાડૂ લગાવતાં જોઇ વિદેશી અસ્સીઘાટને પોતાની પ્રાથમિકતામાં રાખી રહ્યાં છે
ચોક્કસ ભગવાન શિવની નગરી કાશીના અસ્સી ઘાટનો પોતાનો રંગ છે. અહીંની રહેણી-કહેણી, અહીના લોકો અને અહીંની ભાષા બધુ અનોખું છે. આ પુરાતન નગરી કાશીમાં પણ સ્લેંગનું ચલણ છે અને જોરદાર ચલણ છે. અને પછી, સ્લેંગ પણ એવું કે ગાળનો ઉપયોગ કર્યા વગર કોઇ ઠેઠ બનારસી પોતાનાપણું બતાવી ન શકે.
તુલસીની રામચરિતમાનસ
તમને જણાવી દઇએ કે કાશીનાથ સિંહે પોતાનું બહુચર્ચિત પુસ્તક 'કાશી કા અસ્સી'માં અસ્સી ઘાટના વખાણ કર્યા છે. બનારસના દક્ષિણ છેડા પર ગંગાના કિનારે વસેલો મોહલ્લો અસ્સી પોતાનામાં એક ઇતિહાસ સમાવેલ છે.












Click it and Unblock the Notifications
