For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હું નારી છું, પછી એક દિવસનું સન્માન શા માટે?

By Super
|
Google Oneindia Gujarati News

નારી હું મેં
નારી ભી મુજ મેં
નર ભી મુજ મેં
તો ફિર કમજોર મેં કૈસે
ક્યું હોતા હેં મેરા અપમાન...

(ભાવિતા ઝા દ્વારા): શા માટે સમાજ મને આપી રહ્યો છે એક દિવસનું સન્માન. વર્ષના 365 દિવસ દરેક પળે, દરેક સ્થળ થાય છે મારું અપમાન, લૂંટાતી રહે છે મારી આબરું, માની કૂખમાં જ મારી નાંખવામાં આવે છે મને, તો પછી શા માટે એક દિવસનું સન્માન. શું આ મહિલા દિવસ એક દેખાડો છે. આજે દેશ મહિલા દિવસ મનાવી રહ્યો છે, પરંતુ મારો એક પ્રશ્ન છે કે શું એક દિવસ માટે મને સન્માન આપવું યોગ્ય છે?

સરકાર દાવો કરે છે કે દેશમાં મહિલાઓ વિરુદ્ધના ગુન્હાઓની ઘટનાઓ ઘટી રહી છે, પરંતુ એ જ સરકાર એ આંકડાઓ સામે લાવે છે, જેમાં વર્ષના શરૂઆતના 45 દિવસોમાં દિલ્હામાં બળાત્કારના 181 મામલા દાખલ થઇ ચૂક્યા છે. તેવામાં હું શા માટે સ્વિકાર કરું તમારું આ સન્માન. એક તરફ આઠ માર્ચ આવી ગઇ. ફરીથી મહિલાઓને હક અપાવવા માટે અમારી મહિલા સાંસદ પોતાના ઉંચા-ઉંચા અવાજમાં મારા માટે મહિલા આરક્ષણ બિલ પાસ કરાવવાના દાવાઓ કરશે.

કોઇ નવી વાત નથી, છેલ્લા 14 વર્ષોમાં દર વર્ષે આવું થતું રહ્યું છે. હવે તો મને તેની આદત પડી ગઇ છે. દેશની સૌથી શક્તિશાળી મહિલા 'સોનિયા ગાંધી' દેશનું સુકાન સંભાળી રહ્યાં છે. વિપક્ષમાં તેમને ટક્કર આપનાર પણ (સુષ્મા સ્વરાજ) મહિલા છે, પરંતુ અંજામ કોઇનાથી છૂપો રહ્યો નથી. દર વર્ષે આરક્ષણ પર હલ્લા-હંગામો થઇ રહ્યો છે અને ફરી હંમેશાની જેમ એ કોઇ એક ખુણામાં ધકેલાય જાય છે. તેવામાં માત્ર એક દિવસનો દેખાડો શા માટે?

protest-against-gang-rape
એક દિવસ પૂર્વે જ સરકારે જણાવ્યું કે રાજધાની દિલ્હીમાં રોજ ચાર બળાત્કાર થઇ રહ્યાં છે. ઘર હોય, સ્કૂલ હોય, ગાડી હોય, સમાજ હોય કે પછી સોસાયટીમાં ક્યાંય પણ મહિલા સુરક્ષિત નથી. દરેક સ્થળે તેની સાથે બળાત્કર કે ગેરવર્તણૂક થાય છે. પછી દેખાડો કરવા માટે એક દિવસ સન્માન શા માટે? દિલ્હીમાં ઓટો સંઘે મારા સન્માનમાં ત્રણ કલાક ફ્રી ઓટો સેવાની જાહેરાત કરી છે, પરંતુ હું તેમને જણાવી દઉં કે થોડાક દિવસો પહેલા ગાજીયાબાદમાં આ જ ઓટોમાં અપહરણ કરાયેલી એક સગીરા સાથે સામુહિક બળાત્કાર થયો હતો.

ગત વર્ષે 16 ડિસેમ્બરે એક વિદ્યાર્થીનીને ઓટો વાળાએ ઘરે છોડવાની ના પાડી દીધી હતી ત્યાર બાદ તે હવસખોરોનો શિકાર બની હતી. તેવામાં શું આ સન્માન એક દિવસનો દેખાડો નથી? કહેવા માટે આ એ જ દિલ્હી છે, જ્યાં આજે મારા સન્માનમાં સૌથી મોટો કાર્યક્રમ અને સમારોહ આયોજિત કરવામાં આવે છે, પરંતુ દિલ્હીમાં પ્રતિ હજાર છોકરાઓ સામે મારી સંખ્યા માત્ર 866ની છે.

કહેવાનો અર્થ એ છે કે મને માતાની કૂખમાં મારી નાંખનારાઓની કતારમાં દિલ્હીવાળા પાછળ નથી. ક્યાંક આટોવાળા આજે મને ફ્રીમાં ફરવાની છૂટ આપી રહ્યાં છે તો ક્યાંક બસવાળાઓ, પરંતુ શું વર્ષના 365 દિવસ તેમની બસ અને ઓટોમાં હું સુરક્ષિત ફરી શકું છું. આજના એક દિવસે ફ્રી બસ ટિકીટ કરતા સારું હોત કે તેઓ મને વર્ષ ભર સુરક્ષિત ફેરવવાની ગેરન્ટી આપત, પરંતુ કદાચ સંકીર્ણ માનસિકતાવાળા સમાજમાં મારા માટે એ શક્ય નથી, તો પછી આ એક દિવસનું સન્માન શા માટે?

English summary
After US government Indian Government is now giving honour to the victim of most heinous crime, Delhi Gang Rape on International Women's Day. Now as a woman I am asking, why you are giving me one day honour?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X