Karnataka Election : મફત વસ્તુઓ બંધ કરવાનો દાવો કરનારી બીજેપી 3 ફ્રી સિલિન્ડર કેમ આપી રહી છે?-ડીકે શિવકુમાર

કર્ણાટકમાં વિધાનસભા સભા ચૂંટણી માટે હવે પ્રચાર આખરી તબક્કામાં છે. તમામ પાર્ટીઓએ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે તમામ મોટા નેતાઓને મેદાનમાં ઉતારી દીધા છે. હવે બીજેપી પર કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે મફત આપવાના વાયદાને લઈને કટાક્ષ કર્યો છે.

બીજેપીએ કર્ણાટકમાં ચૂંટણી મેનિફેસ્ટો જારી કર્યો છે. બીજેપીના મોટા નેતાઓ જેપી નડ્ડા, સીએમ બોમ્મઈ અને બીએસ યેદિયુરપ્પાએ આ મેનિફેસ્ટો જારી કરતા ઘણા મોટા વાયદા કર્યા છે. હવે આ વાયદાઓને કારણે રાજનીતિ ગરમાઈ છે.

Karnataka Election

બીજેપીએ ચૂંટણી ઢંઢેરામાં ત્રણ મોટા વચનો આપ્યા છે. બીજેપીના આ ત્રણ મોટા વાયદાઓમાં વર્ષમાં ત્રણ ફ્રી રાંધણ ગેસ સિલિન્ડર આપવાનું વચન પણ આપવામાં આવ્યું છે. હવે કોંગ્રેસના કર્ણાટક પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે બીજેપીના મફત ગેસ સિલિન્ડરના વાયદા પર સવાલો ઉભા કર્યા છે.

ડીકે શિવકુમારે બીજેપી પર આકરા પ્રહાકો કરતા કહ્યું કે, તે સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યા છે. પાર્ટીમાં કોઈ તાકાત નથી. બીજેપીએ કહ્યું હતું કે તે ફ્રીબીઝ પર પ્રતિબંધ મૂકશે અને હવે તમે તમારા મેનિફેસ્ટોમાં ગરીબોને 3 સિલિન્ડર આપવાનું વચન કેમ આપ્યું? શિવકુમારે કહ્યું કે અમે સામાન્ય માણસને સત્તા આપી છે.

અહીં તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના લગભગ 50 હજાર કાર્યકર્તાઓને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરતા કોંગ્રેસ દ્વારા ચૂંટણીમાં આપવામાં આવેલા મફત વચનો પર કટાક્ષ કર્યો હતો. આ સાથે પીએમ મોદીએ જનતાને આ ચૂંટણીમાં લોકોને મફત ભેટ અને મફત ગેરંટીની લાલચમાં ન આવવા વિનંતી કરી હતી. હવે આ નિવેદન પર સવાલ ઉઠ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X