જીલ બાઇડનને ગિફ્ટ આપેલા રત્ની કિંમત કેટલી હતી? વિદેશ મંત્રાલયે જવાબ ના આપ્યો
નરેન્દ્ર મોદી પોતાના વિદેશ પ્રવાસને લઈ સૌથી વધુ ચર્ચામાં રહે છે. જેને લઈ તેમની ટિકા પણ થતી રહે છે. વિરોધ પક્ષ એવા પણ આરોપો લગાવી રહ્યા છે કે નરેન્દ્ર મોદી પાસે વિદેશ ફરવા જવાનો સમય છે પરંતુ મણિપુરના હાલચાલ પૂછવા જવાનો પણ સમય નથી.

નરેન્દ્ર મોદી અમેરિકા ગયા ત્યારે ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમેરિકાના પ્રાઈમ મિનિસ્ટર જો બાઈડન અને અમેરિકાના ફર્સ્ટ લેડી જીલ બાઈડન સાથે ડિનર પણ લીધું હતું. બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીલ બાઈડનને અદભુત આકર્ષક હિરો ગિફ્ટમાં આપ્યો હતો. આ ડાયમંડની કિંમત કરોડો રૂપિયાની આંકવામાં આવી રહી છે પરંતુ તેની સાચી કિંમત શું છે તે હજી જાણી શકાયું નથી.
આ જાણવા માટે જ આરેટીઆઈ એક્ટિવિસ્ટ કુણાલ શુક્લાએ વિદેશ મંત્રાલયમાં એક આરટીઆઈ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીલ બાઈડનને ગ્રીન ડાયમન્ડ ભેટ આપ્યો હતો તેનું બિલ આરટીઆમાં શુક્લાએ માંગ્યું હતું.

જો કે વિદેશ મંત્રાલય તરફથી આ આરટીઆઈના જવાબમાં પણ હિરાની સાચી કિંમત જણાવી નહોતી અને બિલ રજૂ કરવાથી ભારત તથા અમેરિકાના સંબંધ પર અસર પડશે તેવો જવાબ આપી આરટીઆઈનો જવાબ ના આપવાનું પસંદ કર્યું હતું.
હવે સવાલ એ થાય છે કે ભારતીય નાગરિકોના ટેક્સમાંથી ભારત સરકાર કોને કેટલા કરોડોની ભેટ આપે છે શું તે જાણવાનો હક પણ આ ભારતીયોને નથી?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
