For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીને જોઇને નવાઝ શરીફના માતા કેમ ભાવુક બન્યાં?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 મે : ભારતના 15મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સત્તાવાર રીતે પોતાનું કામકાજ સંભાળી લીધું છે. જો કે આની પૂર્વ સંધ્યા એટલે કે શપથવિધિ બાદ નરેન્દ્ર મોદીએ પોતાના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરી હતી.

આ પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે જે સમય તેઓ પાકિસ્તાનના 15મા વડાપ્રધાન નવાઝ શરીફ સાથે હાથ મિલાવી રહ્યા હતા, ત્યારે બંને વચ્ચે ઔપચારિક વાતચીત થઇ હતી. ત્યારે નવાઝ શરીફે જણાવ્યું હતું કે કેવી રીતે નરેન્દ્ર મોદીને જોઇને તેમના માતાના આંખમાં આંસુ આવી ગયા હતા.

નરેન્દ્ર મોદીએ પોતાના ફેસબુક પેજ પર લખ્યું છે કે જે સમયે તેઓ શપથ ગ્રહણ સમારોહ માટે દિલ્હી આવતા પહેલા ગાંધીનગરથી પોતાના માતા હીરા બાને મળવા ગયા હતા અને તેમના માતાએ પોતાના હાથથી તેમને મીઠાઇ ખવડાવી હતી ત્યારની ક્ષણ જોઇને શરીફના માતા ભાવુક બની ગયા હતા.

નવાઝ શરીફે નરેન્દ્ર મોદીને હાથ મિલાવતા સમયે એમ પણ જણાવ્યું કે તેઓ સપ્તાહમાં એક વાર પોતાના માતાને મળવા માટે જરૂર જાય છે. આ વખતે જ્યારે તેઓ પોતાના માતાને મળવા ગયા ત્યારે તેમની સાથે બેસીને ભોજન લઇ રહ્યા હતા. તે જ સમયે ટેલિવિઝન ન્યુઝ ચેનલ્સ પર મોદીના માતા તેમને મીઠાઇ ખવડાવી રહ્યા હોય તેવા વિઝ્યુઅલ્સ ચાલી રહ્યા હતા. આ વિઝ્યુઅલ્સ જોતા જ તેમના માતા ભાવુક બની ગયા હતા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા.

આગળ સ્લાઇડ્સમાં નરેન્દ્ર મોદી અને નવાઝ શરીફની ખાસ મુલાકાત વાંચો...

શરીફના માતા બન્યા ભાવુક

શરીફના માતા બન્યા ભાવુક

નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર લખ્યું છે કે જે રીતે હીરા બાએ તેમને મીઠાઇ ખવડાવી હતી તે જોઇને શરીફના માતા ભાવુક બની ગયા હતા.

મોદીએ આગળ વધાર્યો દોસ્તીનો હાથ

મોદીએ આગળ વધાર્યો દોસ્તીનો હાથ

નરેન્દ્ર મોદીએ નવાઝ શરીફને શપથવિધિમાં આવવાનું આમંત્રણ મોકલ્યું તેના ત્રણ દિવસમાં જ તેમણે હાજરી આપવાનું સ્વીકાર્યું હતું. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ નરેન્દ્ર મોદીની સાથે ભારતીય કૂટનીતિની પણ જીત છે.

તણાવ ઘટાડવાનો પ્રયત્ન

તણાવ ઘટાડવાનો પ્રયત્ન

નવાઝ શરીફનું ભારતમાં આવવું એ બંને દેશો વચ્ચેનો તણાવ ઘટાડવાનો સંકેત છે.

નવાઝનો સંદેશ

નવાઝનો સંદેશ

નવાઝ શરીફ પાકિસ્તાનથી ભારત આવવા રવાના થયા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ શાંતિનો સંદેશ લઇને ભારત જઇ રહ્યા છે.

મોદી પાસે વધારે અપેક્ષા નહીં

મોદી પાસે વધારે અપેક્ષા નહીં

નવાઝ શરીફને સંદેશો આપતા સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પાકિસ્તાનના રાજદૂતે જણાવ્યું છે કે મોદી પાસેથી વઘારે આશા રાખશો નહીં.

ભારતને મળશે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો

ભારતને મળશે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો

નવાઝ શરીફ જે રીતે ભારત આવ્યા છે તે જોતા લાગે છે કે પાકિસ્તાન ભારતને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપશે.

English summary
Why Nawaz Sharif's mother get very emotional on Narendra Modi?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X