For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાત કારણોથી શરીફ નહીં ઠુકરાવી શકે નરેન્દ્ર મોદીનું આમંત્રણ

|
Google Oneindia Gujarati News

(અજય મોહન): ભારતના પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહમાં સામેલ થવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વિશ્વભરના લોકોની નજર શરીફના જવાબ પર ટકેલી છે. તો બીજી તરફ ભારતની અંદર તમામ લોકો એ વાતનો વિરોધ પણ કરી રહ્યાં છે અને કહી રહ્યાં છેકે દુશ્મન દેશના પીએમને બોલાવવાની શા માટે જરૂર પડી. ભારતમાં શરીફને લઇને શું ચાલી રહ્યું છે, એ પછીની વાત છે, પરંતુ પાકિસ્તાન માટે નરેન્દ્ર મોદીનું આ આમંત્રણ કેટલું મહત્વનું છે, તે વિચારણીય બાબત છે.

જે વાત અમે કહેવા જઇ રહ્યાં છીએ, તેનાથી તો એ સ્પષ્ટ થાય છેકે મોદીનું આમંત્રણ ઠુકરાવવાનું નવાઝ શરીફ પાસે એકપણ કારણ નથી. કારણ કે, ભારત-પાકના સંબંધોમાં સુધારો થવાથી ભારત કરતા વધારે ફાયદો પાકિસ્તાનને છે, જો એ આતંકવાદને વધારો ના આપે તો. આ વાત અમે કોઇ કુટનીતિક એનાલિસિસના રૂપમાં નથી કરી, પરંતુ ઑબઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન, નવી દિલ્હીના એક અહેવાલના આધાર પર કહી છે. ફાઉન્ડેશન સાથે જોડાયેલા શોધકર્તા વિલ્સન જૉન અને આર્યમાન ભટનાગરનો આ અહેવાલ એ તથ્યોને ઉજાગર કરે છે, જે પાકિસ્તાનને ભારત સાથે મિત્રતા કરવા મજબૂર કરે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ એ તથ્યોને.

ભારત એક માત્ર મજબૂત પાડોસી

ભારત એક માત્ર મજબૂત પાડોસી

શોધકર્તાઓ અનુસાર પાકિસ્તાનને એ વાત સમજવી જોઇશે કે ભારત જ એકમાત્ર મજબૂત પાડોસી છે. જો પશ્ચિમ દિશાના દેશોની વાત કરીએ તો, એ તમામ દેશો પોતાની જ સમસ્યાઓથી ગ્રસ્ત છે, પછી પાકિસ્તાનનું ભલું કેવી રીતે કરી શકશે.

તુરક્મિનિસ્તાનથી ભારત સુધી ગેસ પાઇપ લાઇન

તુરક્મિનિસ્તાનથી ભારત સુધી ગેસ પાઇપ લાઇન

તુર્કમિનિસ્તાનથી ભારત સુધી આવતી તુર્કમિનિસ્તાન-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ઇન્ડિયા(TAPI) ગેસ પાઇપલાઇન ચારેય દેશો માટે મહત્વપૂર્ણ છે. તેને બનાવ્યા બાદ ચારેયની અર્થવ્યવસ્થામાં સકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે.

પાકિસ્તાનનો જીડીપી

પાકિસ્તાનનો જીડીપી

શરીફનું સૌથી મોટું ટેન્શન પાકિસ્તાનનો જીડીપી છે, જે સતત નીચે જઇ રહ્યો છે. 2010માં ન્યુનમત સ્તર સુધી જતો રહ્યો, પાછો બેઠો થયો, પરંતુ 2013માં ફરીથી નીચે જતો રહ્યો છે, તેને પાછો બેઠો કરવા માટે ભારત સારો મિત્ર સાબિત થઇ શકે છે.

પાકિસ્તાનમાં આતંકી હુમલો

પાકિસ્તાનમાં આતંકી હુમલો

પાકિસ્તાન પોતે પણ આતંકી હુમલાઓથી પરેશાન છે. તેનું સૌથી મોટું કારણ છે ઉપયુક્ત સુરક્ષા વ્યવસ્થાનો અભાવ, તેના માટે વધારે ધનની આવશ્યકતા હોય છે, જે પાકિસ્તાન પાસે નથી. ભારત સાથે મળીને જો તેને આર્થિક શક્તિ મળે તો તે આતંકવાદ સામે લડવા સક્ષમ થઇ શકે છે અને ભારત પણ તે ઇચ્છે છે.

વ્યાપાર-આયાત-નિકાસ

વ્યાપાર-આયાત-નિકાસ

પાકિસ્તાન મોટાભાગની વસ્તુઓ પાકિસ્તાનથી ખરીદે છે, જો એ સામાન તેને ભારત પાસેથી મળે તો તે તેને સસ્તામાં મળી શકે છે. એટલે કે પાકિસ્તાનને આર્થિક મજબૂતી અને ભારતને લાભ. ઉદાહરણ તરીકે પાકિસ્તાન ભારત પાસેથી લોખંડ ખરીદે તો તેને 55 ટકા ઓછી કિંમત ચુકવવી પડશે.

મોદી સાથેની મિત્રતામાં અવરોધો

મોદી સાથેની મિત્રતામાં અવરોધો

મોદીને વડાપ્રધાન બનાવ્યા બાદ જો ભારત-પાકિસ્તાનના સંબંધો પ્રગાઢ થાય છે, તો આતંકી હુમલાઓનું જોખમ વધી શકે છે, કારણ કે તાલિબાની આતંકવાદીઓ એવું પણ નથી ઇચ્છતા. ભારત-પાકિસ્તાન સાથે મળીને એન્ટી ટેરેરિઝમ કેમ્પેનને મજબૂત બનાવી શકે છે.

શોધકર્તાઓના સૂચન

શોધકર્તાઓના સૂચન

ઓઆરએફએ ભારત-પાકિસ્તાનને એ સૂચન આપ્યા છેકે તે અમેરિકા સાથે મળીને વાત કરે અને કહે કે ડિસેમ્બર 2014માં અફઘાનિસ્તાનથી હટાવવામાં આવનારી સેનાને અત્યારે ત્યાંજ રહેવા દે, કારણ કે આવું થવાથી તાલિબાન મજબૂત થશે અને બન્ને દેશો પર આતંકી હુમલાઓ વધી શકે છે. જેથી હવે શરીફે મોદી સાથે વાત કરવી જોઇએ.

English summary
Why Nawaz Sharif should not reject Narendra Modi's swearing in invitation. Answer is here in the report drawn from Observer research foundation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X