મોદીના હિન્દુત્વથી નહીં તેમની જાતિથી ભયભીત નીતિશ-નવીન
(નવીન નીગમ), 12 જૂનઃ આખરે રાતોરાત એવું શું થઇ ગયું કે જેડીયુના નવીન પટનાયક, મમતા બેનરજી, નીતિશ કુમાર અને તેમના જેવા અન્ય ઘણા નેતાઓ લોકસભા માટે જેમ બને તેમ ઝડપથી એક ફ્રન્ટ બનાવવાની જરૂર હોવાનું અનુભવી રહ્યાં છે, કારણ કે, નીતિશ કુમાર, નવીન પટનાયક હોય કે મમતા બેનરજી બધા નરેન્દ્ર મોદીના હિન્દુત્વથી નહીં પરંતુ તેમની જાતિથી ડરી રહ્યાં છે. કારણ કે હિન્દુત્વના રથ પર સવાર નરેન્દ્ર મોદી ગુજરાતમાં પછાત વર્ગના એ સમુદાયમાંથી આવે છે, જેને અતિ પછાત માનવામાં આવે છે. જો કે, મોદીએ ક્યારેય તેને પ્રચારિત નથી કર્યુ, પરંતુ યુપી, બિહાર અને ઓરિસ્સામાં તેમના સમર્થક તેમને પછાત વર્ગના કદાવર નેતા તરીકે રજૂ કરી શકે છે અને આ કારણ છે કે પછાત વર્ગથી આવતા નેતાઓ તેમને આગળ વધવા નહીં દે.

ઉત્તર પ્રદેશ અને બિહારમાં જો પછાત જાતિનું સમ્મેલન કરીને મોદીનું સન્માન કરવામાં આવે અને આ વાતને હવા આપવામા આવે તો પછાત જાતિના એક નેતા પ્રધાનમંત્રી થવાના છે, તો પછાતના નેતાઓ માટે મુશ્કેલી થઇ જશે, બિહાર અને યુપીમાં જો મોદી પછાતોના મત મેળવવામાં થોડા પણ સફળ નિવડ્યા તો ભાજપની લોટરી લાગી શકે છે.
આ ઉપરાંત છેલ્લા કેટલાક મહિનાઓમાંથી પછાત નેતાઓ હોવા છતા મુલાયમ અને નીતિશ અલ્પસંખ્યકો ખાસ કરીને મુસલમાનોને લલચામણા વચનો કરી રહ્યાં છે. તેનાથી પછાત જાતિઓના ઘણા વર્ગોમાં નારાજગી છે. કારણ કે, યુપીમાં જે વિસ્તારમાં રમખાણો થયાં તે વિસ્તારોમાં મુસલમાનોથી હિન્દોની જે જાતિઓનો ઝઘડો થયો તેમાં ઘણા પછાત વર્ગમાંથી આવે છે અને જમીની હકિકત એ છે કે આ વિસ્તારોમાં રમખાણો બાદ સરકાર દ્વારા એક વર્ગ પ્રત્યે સહાનુભૂતિથી લોકો આહત છે.
મોદીનું યુપી-બિહારમાં ઉતરવાથી પછાત વર્ગના મતો મળવા નક્કી છે કારણ કે, નીતિશ કુમાર અને મુલાયમ પોતાનુ પીએમ બનવાનું આશ્વાસન એટલી મજબૂતિ સાથે નથી પ્રસ્તુત કરી શકતા જેટલી મજબૂતીથી મોદી કરી શકે છે, કારણ કે રાષ્ટ્રીય પાર્ટીના તે હવે સૌથી મોટા નેતા છે.












Click it and Unblock the Notifications
