RPF કૉન્સ્ટેબલે જયપુર-મુંબઈ ચાલુ ટ્રેનમાં ASI પર આખરે કેમ ચલાવી ગોળી, ઘટનામાં થયા છે 4 લોકોના મોત

Jaipur Mumbai Train Firing: મહારાષ્ટ્રના પાલઘરમાં જયપુર-મુંબઈ ટ્રેન (12956)માં થયેલ ગોળીબારમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના ASI સહિત ચાર લોકો માર્યા ગયા હતા. આ ટ્રેન ગુજરાતથી મુંબઈ આવી રહી હતી. ફાયરિંગ કરનાર આરોપીની ઓળખ આરપીએફ કૉન્સ્ટેબલ ચેતન કુમાર ચૌધરી તરીકે થઈ છે.

આરપીએફ કૉન્સ્ટેબલ ચેતને પહેલા એએસઆઈને ગોળી મારી અને પછી અન્ય ત્રણ મુસાફરો પર ફાયરિંગ કર્યું. જેમાં ચારેયના મોત થયા હતા. આરોપી કૉન્સ્ટેબલ ચેતને ફાયરિંગ કર્યા બાદ ચાલતી ટ્રેનમાંથી કૂદી ગયો હતો. જોકે તેની ધરપકડ કરવામાં આવી છે.

jaipur mumbai train firing

અધિકારીએ જણાવ્યું કે, RPF કોન્સ્ટેબલ ચેતને તેના હથિયારથી ગોળીબાર કર્યો, જેમાં RPFના ASI અને ટ્રેનના અન્ય ત્રણ મુસાફરો માર્યા ગયા. જ્યારે અકસ્માત થયો ત્યારે ટ્રેન પાલઘર મુંબઈથી લગભગ 100 કિમી દૂર હતી.

અધિકારીએ કહ્યું કે ચેતન કુમાર ચૌધરીએ ચાલતી ટ્રેનમાં તેના એસ્કોર્ટ ડ્યુટી ઈન્ચાર્જ એએસઆઈ ટીકા રામ મીણા પર ફાયરિંગ કર્યું. તેના સીનિયરની હત્યા કર્યા પછી, કૉન્સ્ટેબલ બીજા કોચમાં ગયો અને ત્રણ મુસાફરોને ગોળી મારી દીધી તેમ અધિકારીએ જણાવ્યું.

પોલીસ દ્વારા સરકારી રેલવે પોલીસ અને આરપીએફ અધિકારીઓની મદદથી મીરા રોડ ખાતેથી કૉન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના પછી સવાલ એ થાય છે કે કૉન્સ્ટેબલ ચેતન કુમાર ચૌધરીએ આ પગલું કેમ ભર્યું...?

આરોપી કૉન્સ્ટેબલ ચેતનકુમાર ચૌધરીનો ઈરાદો શું હતો તે હાલ સ્પષ્ટપણે જાણી શકાયું નથી. ટીવી રિપોર્ટ અનુસાર આરોપી કૉન્સ્ટેબલ ચેતન કુમારે કોઈ વાદ-વિવાદ બાદ આ પગલું ભર્યું છે. હાલમાં આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેણે ફાયરિંગ કેમ કર્યું.

પોલીસ બાકીના ટ્રેન મુસાફરોના નિવેદન પણ નોંધી રહી છે. પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. જોકે, પશ્ચિમ રેલવેના ચીફ પીઆરઓ સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે આ ઘટના પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

પ્રારંભિક માહિતી અનુસાર, આ ઘટના 31 જુલાઈ, સોમવારે સવારે 5.23 વાગ્યે જયપુર એક્સપ્રેસ ટ્રેન (12956) ના B5 કોચમાં બની હતી. ડ્યુટી પરના આરપીએફ કૉન્સ્ટેબલ ચેતને સૌપ્રથમ એસ્કૉર્ટ ઈન્ચાર્જ એએસઆઈ ટીકા રામ પર ગોળીબાર કર્યો હતો. તે સમયે ટ્રેન બોરીવલી પહોંચી હતી. કૉન્સ્ટેબલે શરૂઆતમાં પેસેન્જરોને બંદૂકની અણીએ રાખ્યા હતા, પછી તેણે તેના સાથીદારને ગોળી મારી દીધી હતી. જે બાદ તેણે અન્ય ત્રણ મુસાફરોને પણ ગોળી મારી દીધી હતી.

જે બાદ એલાર્મ ચેઈન ખેંચાયા બાદ કૉન્સ્ટેબલે દહિસર પાસે નીચે ઉતરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે ફાયરિંગ કરાયેલ હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X