For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi: મા-દીકરાએ મળીને વ્યક્તિને ઉતાર્યો મોતને ઘાટ, શબ કાપીને ફ્રીઝમાં મૂક્યુ, ટૂકડાઓ ફેંકી દીધા

દિલ્લીમાં એક મહિલાએ તેના દીકરા સાથે મળીને પોતાના પતિને મોતને ઘાટ ઉતારી દીધો અને ત્યારબાદ તેના શબને કાપીને ફ્રીઝમાં મૂકી દીધુ.

|
Google Oneindia Gujarati News

દિલ્લીમાં થયેલ ચકચારી શ્રદ્ધા હત્યાકાંડનો મામલો હજુ શાંત પણ નથી થયો ત્યાં આવા જ કિસ્સાઓ દેશભરમાંથી સતત સામે આવી રહ્યા છે. દિલ્લીમાં એક મહિલાએ તેના દીકરા સાથે મળીને પોતાના પતિને મોતને ઘાટ ઉતારી દીધો અને ત્યારબાદ તેના શબને કાપીને ફ્રીઝમાં મૂકી દીધુ. દિલ્લી પોલીસે મહિલા અને તેની દીકરાની ધરપકડ કરી લીધી છે. આ હત્યાકાંડમાં પણ આરોપીઓએ શ્રદ્ધા કેસના આરોપી આફતાબની જેમ શબના ટૂકડાઓને ધીમે-ધીમે ઠેકાણે પાડ્યા.

delhi murder

આ વર્ષે મે મહિનામાં પાંડવ નગર સ્થિત રામલીલા મેદાન અને નાળામાં ઘણા માનવ અંગો મળી આવ્યા હતા. પહેલા તો પોલીસને સમજાયુ નહિ પરંતુ જ્યારે ક્રાઈમ બ્રાન્ચે આસપાસના કેમેરાની કેમેરાની તપાસ કરી તો સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ મૃતદેહ અંજન દાસનુ હતુ. જેમની હત્યા પૂનમ અને તેના સાવકા પુત્ર દીપકે કરી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી છે.

શું હતુ હત્યાનુ કારણ

પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે અંજન દાસના અનેક મહિલાઓ સાથે ગેરકાયદેસર સંબંધો હતા. જેના કારણે તેની પત્ની ગુસ્સામાં રહેતી હતી. પૂનમના પણ અંજન સાથે આ બીજા લગ્ન હતા. તપાસમાં એવુ પણ જાણવા મળ્યુ કે મૃતક તેના પુત્ર દીપકની પત્નીને ખરાબ નજરથી જોતો હતો. માટે તે તેના પિતાથી પણ નારાજ હતો.

કેવી રીતે આપ્યો ઘટનાને અંજામ?

મે મહિનામાં પૂનમ અને દીપને અંજનની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો. તેમણે તેને નશાની ગોળીઓ આપી. જેના કારણે તે બેહોશ થઈ ગયો હતો. આ પછી તેમણે તેની છરી વડે હત્યા કરી અને પછી શરીરના જુદા જુદા ભાગોમાં કાપીને તેને ફ્રિજમાં રાખી દીધા. ત્યારબાદ તેઓ તેને ગટર અને ખેતરમાં નાખતા રહ્યા. હાલમાં દિલ્લી પોલીસ પૂનમ અને શબના ટૂકડાનો ડીએનએ ટેસ્ટ કરાવવા જઈ રહી છે.

તમને જણાવી દઈએ કે મે મહિનામાં જ આફતાબે પણ શ્રદ્ધાની હત્યા કરી હતી. તેણે પણ મૃતદેહને આ જ રીતે કાપીને ફ્રીજમાં રાખ્યો હતો. ત્યારબાદ આ ટુકડાઓ મેહરૌલીના જંગલોમાં અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા હતા.

English summary
Wife along with son murdered her husband and chopped off body
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X