For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લગ્ન બાદ પતિની બીમારીનું સિક્રેટ ખુલ્યું, પત્નીએ માંગ્યા તલાક

લગ્ન બાદ પતિની બીમારીનું સિક્રેટ ખુલ્યું, પત્નીએ માંગ્યા તલાક

|
Google Oneindia Gujarati News

પટનાઃ બિહાર મહિલા આયોકમાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે, જ્યાં એક મહિલા પોતાના પતિ સાથે રહેવાની માત્ર એટલા માટે ના પાડી રહી છે કેમ કે તેના પતિને ડાયાબિટિસની બીમારી છે. ડાયાબિટિસની બીમારીથી ગ્રસ્ત પતિ પર કેટલાય પ્રકારે ખાણીપીણી પર પ્રતિબંધ લગાયેલો છે જે મહિલાને પસંદ ના આવ્યું અને પતિ સાથે સંબંધ જ તોડી નાખવાનો ફેસલો કરી લીધો છે.

પતિને ડાયાબિટીસની બીમારી

પતિને ડાયાબિટીસની બીમારી

આ સમગ્ર મામલો વૈશાલી જિલ્લાના મોહનપુર ગામનો છે, જ્યાં 20 વર્ષીય મહિલા આંચલના લગ્ન વૈશાલી જિલ્લાના જ રેહવાસી શખ્સ સાથે 2019માં થયાં હતાં. લગ્ન બાદ માલૂમ પડ્યું કે તેના પતિને ડાયાબિટિસની બીમારી છે અને આ કારણે ખાણીપીણી પર પ્રતિબંધ છે. જે બાદથી જ પત્ની આંચલે પતિ સાથે ના રહેવાનો ફેસલો કરી લીધો છે.

પતિએ પત્ની પર લગાવ્યો જૂઠ બોલવાનો આરોપ

પતિએ પત્ની પર લગાવ્યો જૂઠ બોલવાનો આરોપ

મહિલા આયોગ પહોંચેલી આંચલે જણાવ્યું કે તેના પતિ માટે દરરોજ અલગ ખાવાનું બનાવી શકે તેમ નથી. બીમાર પતિ તો ગમે ત્યારે ભગવાનને પ્યારો થઈ જશે અને જો આ દરમિયાન બાળક થઈ ગયુ તો મુશ્કેલી થઈ જશે. એવામાં સંબંધ તોડવા જ વધુ સારું. જ્યારે પીડિત પતિએ કહ્યું કે તેની પત્ની જૂઠું બોલી રહી છે. તેને કોઈ બીમારી નથી. તબિયત થોડી નબળી રહે છે.

મહિલા આયોગે સાથે રહેવાની સલાહ આપી

મહિલા આયોગે સાથે રહેવાની સલાહ આપી

દીનદયાલે જણાવ્યું કે તે મજૂરી કામ કરે છે. તેણે કહ્યું કે પત્નીને મનાવવા માટે તે એક દિવસ મિઠાઈ લઈને સાસરીએ ગયો હતો. જ્યાં તેના પર હુમલો કરી દીધો. દીનદયાલે જણાવ્યું કે સમાજમાં ના ખરાબ ના થાય માટે તે પત્નીને સાથે રાખવા માંગે છે. પરંતુ મહિલા સાથે રહેવાનો ઈનકાર કરી રહી છે. મહિલા આયોગે બંને પક્ષોને વિચારવાનો સમય આપ્યો છે અને સાથે રહેવાની સલાહ આપી છે.

ઉજ્જૈનઃ સહકારી અધિકારીના ઘરે લોકાયુક્તના દરોડા, 15 લાખ કેશ મળીઉજ્જૈનઃ સહકારી અધિકારીના ઘરે લોકાયુક્તના દરોડા, 15 લાખ કેશ મળી

English summary
wife asked divorce claiming husband has diabetes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X