અવેધ સંબંધની શંકામાં પત્નીએ પતિની ગુપ્તાંગ કાપી નાખ્યું
પતિ પર અવેધ સંબંધની શંકામાં પત્નીએ એવું પગલું ભર્યું જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. પત્નીએ પોતાના જ પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું.
પતિ પર અવેધ સંબંધની શંકામાં પત્નીએ એવું પગલું ભર્યું જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. પત્નીએ પોતાના જ પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું. પત્નીને શંકા હતી કે તેના પતિનું બીજી મહિલા સાથે ચક્કર ચાલી રહ્યું છે. મળતી જાણકારી અનુસાર વ્યક્તિની હાલત ખુબ જ ગંભીર છે, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેનો ઉપચાર ચાલી રહ્યો છે. આ ઘટના રવિવારની છે, જ્યારપછી વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ ઘટના ઓડિશાના નબરંગપુર ગામની છે, જે ભુવનેશ્વરથી 524 કિલોમીટર દૂર છે. મહિલાએ પતિનું ગુપ્તાંગ તેવા સમય કાપી નાખ્યું જયારે તે રાત્રે સુઈ રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે મહિલાએ પોતાના પતિના ગુપ્તાંગને ધારદાર ચપ્પાથી કાપી નાખ્યું. મહિલાને શંકા હતી કે તેના પતિનું બીજી મહિલા સાથે ચક્કર છે. જયારે પત્નીએ ગુપ્તાંગ કાપ્યું ત્યારે પતિ દર્દથી ચીસો પાડવા લાગ્યો. પતિની ચીસો સાંભળીને આસપાસના લોકો ભેગા થઇ ગયા અને તેને હોસ્પિટલ લઇ ગયા, જ્યાં તેનો ઉપચાર ચાલી રહ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતની લૂટેરી અભિનેત્રી પકડાઈ, ડાંસમાં બોલાવી બનાવતી વાંધાજનક વીડિયો
આ ઘટના વિશે જાણકારી મળતા જ પોલીસ ત્યાં પહોંચી અને આરોપી મહિલાની અટક કરી લીધી. મળતી જાણકારી અનુસાર મહિલાનો પતિ તામિલનાડુમાં નોકરી કરે છે અને તે ત્રણ મહિના પહેલા જ ઘરે આવ્યો હતો.
આ પણ વાંચો: મુંબઈઃ મોડલની હત્યા કર્યા બાદ શબના ટુકડા કરી સૂટકેસમાં ભરીને ફેંકી દીધી












Click it and Unblock the Notifications
