ગુજરાતની લૂટેરી અભિનેત્રી પકડાઈ, ડાંસમાં બોલાવી બનાવતી વાંધાજનક વીડિયો

મ્યુઝિક આલ્બમમાં કામ કરી ચૂકેલી ગુજરાતની એક જાણીતી અભિનેત્રી અને મોડલને પોલિસે લૂંટ અને બ્લેકમેલિંગ મામલે ધરપકડ કરી છે.

મ્યુઝિક આલ્બમમાં કામ કરી ચૂકેલી ગુજરાતની એક જાણીતી અભિનેત્રી અને મોડલને પોલિસે લૂંટ અને બ્લેકમેલિંગ મામલે ધરપકડ કરી છે. અભિનેત્રી પર આરોપ છે કે પહેલા તે પોતાના ડાંસ શોમાં લોકોને બોલાવતી હતી અને ત્યારબાદ તેમની સાથે વાંધાજનક વીડિયો બનાવીને તેમને બ્લેકમેલ કરતી હતી. પોલિસે અભિનેત્રી સાથે તેના એક સહયોગીની પણ ધરપકડ કરી છે. પોલિસના જણાવ્યા મુજબ આ અભિનેત્રી સામે અમદાવદના રામોલ પોલિસ સ્ટેશનમાં ત્રણ લોકોએ ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પોલિસે તેના પર કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી લીધી.

બે મ્યુઝિક આલ્બમમાં કરી ચૂકી છે કામ

બે મ્યુઝિક આલ્બમમાં કરી ચૂકી છે કામ

જાણકારી મુજબ આ અભિનેત્રીનું નામ સંજના ઉર્ફે સંજુ બતાવવામાં આવી રહ્યુ છે. સંજના ‘જાનુ મારી દગાબાજ' અને ‘વન્સ મોર બેવફા' ગુજરાતી મ્યુઝિક આલ્બમમાં પણ કામ કરી ચૂકી છે. પોલિસનું કહેવુ છે કે સંજનાનો પતિ બેરોજગાર હતો જેને છોડીને તે અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેવા લાગી. સંજન પાસે હાલમાં કોઈ કામ હતુ નહિ. જેના કારણે તે આર્થિક તંગીમાંથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન તેની મુલાકાત મોઈન ખાન નામના વ્યક્તિ સાથે થઈ અને બંનેએ મળીને એક પ્લાન બનાવ્યો.

વાંધાજનક વીડિયો બનાવીને કરતી હતી બ્લેકમેલ

વાંધાજનક વીડિયો બનાવીને કરતી હતી બ્લેકમેલ

પ્લાન મુજબ સંજના પોતાના સાથી મોઈન ખાન સાથે મળીને ડાંસ પ્રોગ્રામ કરવા લાગી. સંજના અમુક ખાસ લોકોને જ પોતાના ડાંસ પ્રોગ્રામમાં બોલાવતી હતી. તેના માટે તે પહેલા તેમની સાથે દોસ્તી પણ કરતી હતી. પોતાના ડાંસ પ્રોગ્રામમાં આવેલા લોકોને સંજના અને તેનો સાથી લૂંટી લેતા હતા. લૂંટના શિકાર લોકો સંજનાની ફરિયાદ પોલિસમાં ના કરે એના માટે તે આ લોકોના અમુક વાંધાજનક વીડિયો પણ બનાવી લેતી હતી. જેને જોઈને તે આ લોકોને બ્લેકમેલ કરતી હતી. સંજના વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને લોકો પાસે પૈસા પણ પડાવતી હતી.

લિવ ઈનમાં રહેતા હતા સંજના અને મોઈન ખાન

લિવ ઈનમાં રહેતા હતા સંજના અને મોઈન ખાન

પોલિસનું કહેવુ છે કે તેમને સંજના સામે ઘણી ફરિયાદો મળી હતી. ત્યારબાદ આ મામલે તપાસ કરવામાં આવી. તપાસ બાદ સંજના અને તેના સાથી મોઈન ખાનની ધરપકડ કરવામાં આવી. પોલિસ મુજબ બંનેએ પૂછપરછમાં પોતાનો ગુનો કબૂલી લીધો છે. પોલિસે જણાવ્યુ કે સંજના અને મોઈન લિવ ઈનમાં રહેતા હતા. આ મામલે પોલિસ વધુ તપાસ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X