જિયા ઉલ હકની પત્ની અને ભાઇને અપાઇ નોકરી

અત્રે ઉલ્લેખનીય છે કે પરવીન આઝાદને સીધા ડીએસપી રેંકની નોકરી આપવાની માંગ ઉઠી રહી હતી, પરંતુ આ પદ લોકસેવા પંચ દ્વારા સૃજીત હોવાના કારણે ઉપરના પદ પર સીધી રીતે નિમણૂંક આપી શકાય નહી.
આવામાં ડીએસપીની સમકક્ષ વેતનમાનમાં પરવીનને વિશેષ કાર્યાધિકારીનો હોદ્દો આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વિભિન્ન ઘટનાઓમાં માર્યા ગયેલા પોલીસ અધિકારીઓની પત્નીઓને ઓએસડીનો જ હોદ્દો જ આપવામાં આવ્યો છે.
ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લા હથિગવા વિસ્તારના બલીપૂર ગામમાં કેટલાંક લોકોએ ગ્રામ પ્રધાન અને તેમના ભાઇની હત્યા કરી દેવાઇ હતી. જેના કારણે ત્યાના લોકો જોરદાર રોષે ભરાયા હતા. અને ભીડે પોલીસ પર હુમલો કરી દીધો હતો. ભીડ પર કાબૂ મેળવવા ઘટના સ્થળે પહોંચેલા ડીએસપીનું કઇ રીતે મોત થયું તેની હજી તપાસ ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
