અજીત પવાર બીજેપીમાં જોડાશે? જાણો શું કહ્યું મહારાષ્ટ્ર સરકારના મંત્રીએ?
મહાવિકાસ અઘાડી સરકાર તુડ્યા બાદ હવે ફરી એક વખત મહારાષ્ટ્રમાં રાજનીતિ ગરમાવાના એંધાણ મળી રહ્યા છે. શિવસેનાને બે ભાગમાં તોડ્યા બાદ હવે શરદ પવારની પાર્ટી માટે સારા સંકેત નથી. અહેવાલો અનુસાર, અજીત પવાર બીજેપીમાં જોડાઈ શકે છે.
મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેના એકનાથ શિંદે જૂથના નેતા ઉદય સામંતે અજિત પવારના ભાજપમાં પાછા આવવાના સમાચાર પર આવું નિવેદન આપ્યું છે. આ નિવેદને રાજનીતિ ગરમાવી છે. તેમણે કહ્યું કે અમે અજિક પવારનું સ્વાગત કરીશું.

મહારાષ્ટ્રના મંત્રી ઉદય સામંતે નિવેદનમાં કહ્યું કે, અજિત પવાર અમારી સાથે જોડાવા માંગતા હોય તો અમે તેમનું સ્વાગત કરીશું, તેમની પાસે સારો અનુભવ છે, તે મોટા નેતા છે અને અમે તેમની સાથે કામ કર્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે, આખરી નિર્ણય સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ લેશે. જો તેઓ અમારી સાથે જોડાશે તો અમને ખૂબ જ આનંદ થશે.
બીજી તરફ અજિત પવારના તમામ કાર્યક્રમો રદ્દ કરાયા છે. આ મુદ્દે કાકા શરદ પવારે કહ્યું છે કે એનસીપી પાર્ટી તરીકે ક્યારેય ભાજપ સાથે હાથ નહીં મિલાવે, જો કોઈ વ્યક્તિ વ્યક્તિગત રીતે નિર્ણય લે તો તે અલગ વાત છે.
અહીં તમને જણાવી દઈએ કે આ પહેલા પણ એનસીપીમાં ભંગાણના સમાચાર સામે આવ્યા હતા. રે 2019ની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ અજિત પવારે દેવેન્દ્ર ફડણવીસ સાથે મળીને સરકાર બનાવી હતી. જો કે તે દરમિયાન અજિત પવારે પલટી મારતા બીજેપી મુશ્કેલ સ્થિતીમાં મુકાઈ હતી.












Click it and Unblock the Notifications
