તિરુવનંતપુરમ, 16 માર્ચઃ શું કેરળમાં કમળ ખીલશે? ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ને એ વાતનો સંપૂર્ણ ભરોસો છે કે તેને ઓછામાં ઓછી એક બેઠક પર આ વખતે સફળતાં મળશે. કોમ્યુનિસ્ટ્સની પકડમાં રહેલા ત્રણ રાજ્યોમાંનુ એક કેરળ હજુ સુધી ના તો લોકસભા અને ના તો રાજ્ય વિધાનસભામાં ભાજપે કોઇ જીત મેળવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વી. મુરલીધરણે કહ્યું કે આ વખતે સ્થિતિ બદલાઇ છે.
મુરલીધરણે કહ્યું, ‘હું ભવિષ્યવાળી નથી કરવા માગતો, પરંતુ અંતતઃ સારા સમાચાર આવવાના છે.' 2009માં ભાજપે તમામ 20 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા, પરંતુ પાર્ટીનું ખાતુ પણ ખુલ્યું નહોતું. ભાજપ પ્રત્યે ધીરે ધીરે સમર્થન વધી રહ્યું છે. રાજ્યમાં માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી(માકપા) નીત વામ પંથી લોકતાંત્રિક મોરચા અને કોંગ્રેસ નીત સંયુક્ત લોકતાંત્રિક મોરચા વચ્ચે ભારે રસાકસી રહે છે.
બન્ને રાજકીય મોરચા વચ્ચે ધ્રુવીકરણના કારણે જીતનું અંતર ઓછું રહે છે. 2006ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 6.15 ટકા મત મળ્યા હતા. 2009માં લોકસભા ચૂંટણીમાં તેમની વૃદ્ધિ અને 7.31 ટકા મત મળ્યા, પરંતુ 2011માં વિધાનસભા ચૂંટણીમાં ફરી ઘટીને 6.03 ટકા મત મળ્યા હતા.