શ્રીલંકા વિરૂદ્ધ વોટીંગ કરતાં પહેલાં DMK સાથે ચર્ચા વિચારણા કરીશું

salman-khurshid
લખનઉ, 18 માર્ચ: વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે આજે કહ્યું હતું કે શ્રીલંકાઇ તમિલો પર કથિત અત્યાચારના મુદ્દે યુએનએચઆરમાં શ્રીલંકા વિરૂદ્ધ મતદાન કરતાં પહેલાં ડીએમકે સહિત અન્ય સહયોગી દળો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે. ઇટલી સરકાર દ્રારા બે ભારતીય માછીમારોની હત્યાના આરોપી નૌસૈનિકોને પાછા મોકલવાની મનાઇ કરવાના મુદ્દે વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે કહ્યું હતું કે દેશ સમક્ષ હાલના વિકલ્પો વિશે તાજેતરમાં કશું કહેવાના નથી.

સલમાન ખુર્શીદે આજે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તાજેતરમાં ઇટલીના મરીન મુદ્દે અમારી પાસે ઉપલબ્ધ વિકલ્પો વિશે કોઇ વાત કરવા માંગતો નથી. આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે અને સોમવારે તેના પર સુનાવણી થવાની છે. આ સાથે તેમને કહ્યું હતું કે સલમાન ખુર્શીદ વિદેશ મંત્રી હોવાના લીધે તેમની પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે તે ઓછું બોલે.

તમિલો પર કથિત અત્યાચારના મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં આ મહિનાના અંત સુધી શ્રીલંકા વિરૂદ્ધ મતદાન કર્યા બાદ સરકારના વલણ વિશે સલમાન ખુર્શીદે કહ્યું હતું કે આ વિષય પર કોઇ પણ નિર્ણય ડીએમકે સહિત યુપીએ સરકારમાં સામેલ બધા સહયોગીઓ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ લેવામાં આવશે. હજ યાત્રીઓને છૂટ અને પાસપોર્ટ આપવાના મુદ્દે લોકોમાં વ્યાપ્ત ભ્રમ વિશે વિદેશ મંત્રીએ સ્થિતી સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે પાસપોર્ટ તો બધાને આપવામાં આવે છે પરંતુ છુટ (સબસિડી) પ્રથમ વાર હજયાત્રા કરનારને આપવામાં આવે છે. તેમને કહ્યું હતું કે અમે નક્કીક કરીશું કે હજ માટે પાર્ટપોર્ટ મેળવવામાં તકલીફ ન પડે અને જરૂર પડશે તો વધુ કાઉન્ટર ખોલીશું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X