For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીને માત આપવા ધર્મનિરપેક્ષ શક્તિઓ એક થાય: વડાપ્રધાન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 ઓક્ટોબર: કલંકિત નેતાઓને બચાવવાના વટહુકમ પર પ્રધાનમંત્રી મનમોહન સિંહે પોતાની ચૂપકીદી તોડી છે. રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા આ વટહુકમ પર જણાવ્યું કે મે મારા જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે. હું આટલી ઝલદી હતાશ નથી થતો. વડાપ્રધાને જણાવ્યું કે હું નથી જાણતો કે સંબંધિત વ્યક્તિ(રાહુલ ગાંધી)ના દિમાગમાં શું ચાલી રહ્યું છે. હું તેમની સાથે આ મુદ્દે વાત કરીશ. વડાપ્રધાને એ પણ જણાવ્યું કે હાલ તેમનો રાજીનામું આપવાનો કોઇ ઇરાદો નથી.

જોકે અમેરિકાની યાત્રાથી સ્વદેશ પરત ફરતી વખતે મનમોહન સિંહે વિશેષ વિમાનમાં પત્રકારોના સવાલના જવાબમાં જણાવ્યું કે મારા રાજીનામાનો પ્રશ્ન જ પેદા નથી થતો. તેમણે જણાવ્યું કે વટહુકમના મુદ્દે રાહુલ ગાંધી સાથે ચર્ચા કરશે, તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધીએ આના માટે તેમની પાસે સમય માંગ્યો છે.

manmohan singh
વડાપ્રધાને જણાવ્યું કે લોકો શું કહે છે તેની પર મારે કોઇ ટિપ્પણી નથી કરવી. હું તપાસ કરીશ કે આખરે આ બધું શા માટે થયું અને તેનો કેવી રીતે ઉકેલ લાવવો. વડાપ્રધાને જણાવ્યું કે આ અધ્યાદેશ પર કેબિનેટમાં બે વાર ચર્ચા કરવામાં આવી હતી. આ નિર્ણય કોંગ્રેસ કોર ગ્રુપની સહમતિથી લેવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે કેબિનેટ દ્વારા પાસ આ વટહુકમ અંગે પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ વટહુકમ બકવાસ છે તેને ફાડીને ફેંકી દેવો જોઇએ. રાહુલના આ નિવેદન પર વડાપ્રધાનમંત્રીની નારાજગી હોવાની વાત કહેવામાં આવી રહી હતી. આની પર પીએમે જણાવ્યું કે વટહુકમ મુદ્દે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે.

વડાપ્રધાને બીજેપીના વડાપ્રધાન પડના ઉમેદવાર નરેન્દ્ર મોદી અંગે પણ ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું કે મોદીને હરાવવા માટે તમામ ધર્મનિરપેક્ષ શક્તિઓએ એકજૂથ થવાની જરૂર છે.

English summary
Prime Minister Manmohan Singh said Tuesday he will discuss the concerns of Congress vice president Rahul Gandhi on the ordinance concerning convicted lawmakers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X