2025માં વસ્તીગણતરીના એંધાણ, વિપક્ષોની માંગ વચ્ચે શું સરકાર જાતિ આધારિત ગણતરી કરાવશે?
census 2025 : દેશમાં દર દસ વર્ષે વસ્તીગણતરી થાય છે અને દર દસકા બાદ ભારતની વસ્તી વધતી જોવા મળી રહી છે. વસ્તીના મામલે ભારતે ચીનને પછાડી દીધુ છે.
ત્યારે હવે દેશમાં આવતા વર્ષથી એટલે કે 2025થી વસ્તી ગણતરી શરૂ થઈ શકે છે. સૂત્રોએ સોમવારે, 28 ઓક્ટોબરના રોજ જણાવ્યું હતું કે સરકાર ચાર વર્ષના વિલંબ પછી 2025માં વસ્તી ગણતરી શરૂ કરવા જઈ રહી છે.
આ પ્રક્રિયા 2025માં શરૂ થશે અને 2026 સુધી ચાલુ રહેવાની અપેક્ષા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, વસ્તી ગણતરી પછી લોકસભા સીટોનું સીમાંકન શરૂ થશે અને આ કામ 2028 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.
રિપોર્ટ અનુસાર, સંપ્રદાયના આધારે વસ્તી ગણતરી કરવા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. જે બાદ લોકસભા સીટોના સીમાંકનનો રસ્તો ખુલી જશે.
અનેક વિરોધ પક્ષો દ્વારા જાતિ ગણતરીની માંગ વચ્ચે આ કામ શરૂ થશે, જોકે, સરકારે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી અને વસ્તી ગણતરીની પ્રક્રિયાની વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી.

સામાન્ય રીતે દર 10 વર્ષે યોજાતી વસ્તી ગણતરી 2021 માટે નક્કી કરવામાં આવી હતી પરંતુ કોવિડ રોગચાળાને કારણે તેને મુલતવી રાખવી પડી હતી. હવે વસ્તી ગણતરીના ચક્રમાં પણ ફેરફારની અપેક્ષા છે.
આગામી વસ્તીગણતરી રાઉન્ડમાં જનરલ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની ગણતરી તેમજ ધર્મ અને સામાજિક વર્ગ પરના સર્વેનો સમાવેશ થવાની અપેક્ષા છે.
જોકે, સૂત્રો સૂચવે છે કે આગામી વર્ષની વસ્તી ગણતરીમાં સામાન્ય અને એસસી-એસટી કેટેગરીના પેટા સમુદાયોનું પણ સર્વેક્ષણ કરવામાં આવી શકે છે.












Click it and Unblock the Notifications
