મમતા બેનર્જી રામ મંદિર ઉદ્ધાટનમાં હાજરી આપશે કે નહીં? જાણો શું કહ્યું TMC એ?
રામ મંદિર ઉદ્ધાટન સમારોહમ માટે ભારતની વિપક્ષી પાર્ટીઓને આમંત્રણ મોકલાયા છે અને રાજનીતિ થઈ રહી છે ત્યારે મમતા બેનર્જીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ભારતીય રાજકીય પક્ષોના અગ્રણી અને વરિષ્ઠ નેતાઓને આમંત્રણ મોકલ્યા છે. કેટલાક પક્ષો રામ લલ્લાના જીવન પ્રતિષ્ઠાથી દુર રહેવા માંગે છે.

કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના વડા સીતારામ યેચુરીએ ટ્રસ્ટના આમંત્રણને નકારી કાઢતા કહ્યું કે, ધર્મ એ વ્યક્તિગત પસંદગી છે. હવે TMC તરફથી અયોધ્યા આવવાના આમંત્રણને લઈને નિવેદન આવ્યું છે.
અહેવાલો અનુસાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 22 જાન્યુઆરીએ અયોધ્યા જાય તેની સંભાવના ઓછી છે. સમાચાર એજન્સી પીટીઆઈએ ટીએમસીના એક વરિષ્ઠ નેતાને ટાંકીને જણાવ્યુ કે, આગામી મહિને અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનમાં સીએમ મમતા બેનર્જી અથવા અન્ય કોઈ ટીએમસી પ્રતિનિધિ હાજરી આપવાનો કોઈ પ્રશ્ન નથી. અમે રાજકારણને ધર્મ સાથે મિશ્રિત નહીં કરીએ.
અહેવાલ અનુસાર, TMCના સૂત્રોએ જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આવતા વર્ષે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપે તેવી શક્યતા નથી.
ટીએમસીએ સીએમ મમતા બેનર્જીના અયોધ્યા આવવાની સંભાવનાને સ્પષ્ટપણે નકારી કાઢી અને કહ્યું હતું કે, રામ મંદિર ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી કે પશ્ચિમ બંગાળ સરકાર અથવા ટીએમસી પાર્ટીનો કોઈ પ્રતિનિધિ હાજર નહીં રહે.












Click it and Unblock the Notifications
