For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી મિશન 2014ની શરૂઆત ઉત્તરપ્રદેશથી કરશે?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, અમદાવાદ, 14 જૂન: ભાજપના ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બન્યા બાદ નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશથી પોતાની ઇનિંગની શરૂઆત કરી શકે છે. નરેન્દ્ર મોદી આગામી મહિની યુપીના લખનઉ અથવા વારાણસીથી ચૂંટણી પ્રચારનો શંખનાદ કરી શકે છે.

એટલું જ નહી સૂત્રોના જણાવ્યા અનુસાર મોદી કેંપ મુસ્લિમ મતદારોને આકર્ષવા પૂરી તૈયારી કરી રહ્યો છે. ઉત્તરપ્રદેશ અને બિહારમાં મુસ્લિમ યુવાનો અને મહિલાઓને વોટ બેંકમાં ફેરવાવા માટે ભાજપ સંમેલન કરવાનું આયોજન કરશે.

ભાજપા ઉપાધ્યક્ષ મુખ્તાર અબ્બાસ નકવીએ શુક્રવારે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશ પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી શકે છે. જો કે તે માટે હજુ સુધી કોઇ તારીખ નક્કી કરવામાં આવી નથી. ગત વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી પંજાબ અને ઉત્તરાખંડ ગયા ન હતા. તે હજુસુધી પાર્ટી માટે ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરવા અંગે મૌન સેવી રહ્યાં છે.

શું આ અંગે પાર્ટીએ નરેન્દ્ર મોદી સ્વિકૃતિ કરી લીધી છે એમ પૂછવામાં આવતાં અબ્બાસ નકવીએ કહ્યું હતું કે અમે તેમની સાથે વાત કરી નથી. અબ્બાસ નકવીએ સ્વિકાર્યું હતું કે પાર્ટીને ચૂંટણી પ્રચારમાં નરેન્દ્ર મોદીની જરૂરિયાત નથી. તેમને કહ્યું હતું કે ગુજરાતમાં વ્યસ્તતા કારણે વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરી શક્યા ન હતા. પરંતુ હવે તે ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ હોવાના નાતે પણ ચૂંટણી પ્રચાર કરવા માટે નરેન્દ્ર મોદીની જવાબદારી બને છે.

narendra-modi-srcc

જો કે અત્યારે નરેન્દ્ર મોદીની રેલીની જગ્યા અને તારીખ નક્કી નથી પરંતુ માનવામાં આવે છે કે નરેન્દ્ર મોદી ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ બન્યા બાદ હવે યુપી પર ખાસ ધ્યાન આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદી પોતાના પ્રચાર અભિયાન શરૂઆત આગામી મહિને યુપીથી કરી શકે છે. યુપીથી રેલીની શરૂઆત કરનાર નરેન્દ્ર મોદી માટે ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે કે શું નરેન્દ્ર મોદી લખનઉથી ચૂંટણી લડશે.

ગઇકાલે યુપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી યુપીમાં કોઇ જાદૂ ચલાવી શકશે નહી. તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ફક્ત મીડિયા અને ગુજરાતમાં અસરકારક છે.

English summary
Will Narendra Modi start Mission 2014 from UP?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X