નક્સલી હુમલા મુદ્દે વડાપ્રધાને કહ્યું કુર્બાની બેકાર નહીં જાય

manmohan-sonia
રાયપુર, 26 મે: વડાપ્રધાન મનમોહન સિંહે કોંગ્રેસ નેતાઓના કાફલા પર શનિવારે છત્તીસગઢમાં થયેલા હુમલાને દુખદ ગણાવતાં આજે અહીં કહ્યું હતું કે ભારત ક્યારેય નક્સલી તાકાતો સામે ઝુકશે નહી. મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ હુમલામાં મોતને ભેટેલા નેતાઓ, કાર્યકર્તાઓ અને સુરક્ષાકર્મીઓને રવિવારે શ્રદ્ધાંજલિ આપી હતી હતી.

વડાપ્રધાને કહ્યું હતું કે આ એક દુખદ ઘટના છે જેમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નંદ કુમાર પટેલ અને પાર્ટીના વરિષ્ઠ નેતા મહેન્દ્ર કર્મા સહિત અન્ય નેતા શહિદ થયા છે. તેમને બહાદુરીથી શહાદત આપી છે. તે આવી તાકતો સામે ઝુકશે નહી. મનમોહન સિંહે કહ્યું હતું કે ભારત ક્યારેય પણ નક્સલી તાકતો સામે ઝુકશે નહી.

વડાપ્રધાને કહ્યું હતું કે કોંગ્રેસનો ઇતિહાસ કુર્બાનીનો ઇતિહાસ રહ્યો છે. તેને હંમેશા પડકારોનો સામનો કર્યો છે. તેમને કહ્યું હતું કે 'ઘણા પડકારો આવતા રહેશે, પરંતુ અમે હિંમત હારીશું નહી.

મનમોહન સિંહે કહ્યું હતું કે આ ઘટનામાં અલગાવવાદી તાકાતો વિરૂદ્ધ સંઘર્ષ માટે પ્રેરિત કરશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે 'હું દુખદ ઘડીમાં અહીં આવ્યો છું. આ ઘટના માનવતા અને માણસાઇ વિરૂદ્ધ છે. અમારા માટે નુકસાનદાયક પણ છે અને પડકારજનક પણ છે. અમારા નેતાઓ અને કાર્યકર્તાઓએ બહાદુરીપૂર્વક પડકારને સ્વિકાર્યો અને આગળ વધ્યા.

વડાપ્રધાને કહ્યું હતું કે 'આ અમારા પર હુમલો નથી પરંતુ લોકતાંત્રિક મૂલ્યો પર હુમલો છે. ઇતિહાસ સાક્ષી છે કે અમે પડકારોનો સામનો કર્યો છે. સોનિયા ગાંધીએ નક્સલી હુમલામાં મૃત્યું પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

મનમોહન સિંહે કહ્યું હતું કે આ કુર્બાની બેકાર નહી જાય. વડાપ્રધાને કહ્યું હતું કે નક્સલી સમસ્યા સામે સખતાઇપૂર્વક સામનો કરવાની જરૂરિયાત છે. તેમને કહ્યું હતું કે દેશ નક્સલીઓ સામે ઝુકશે નહી.

વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે આ હુમલામાં જે લોકોએ કુર્બાની આપી છે, તે બેકાર જશે નહી. નક્સલીઓએ શુક્રવારે કોંગ્રેસની પરિવર્તન યાત્રાને નિશાન બનાવતાં અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો, આ હુમલામાં અત્યાર સુધીમાં 27 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે 13 લોકોને રામકૃષ્ણ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યાં છે. વડાપ્રધાન મનમોહન સિંહ સાથે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રી આરપીએન સિંહ પણ હતા. રાહુલ ગાંધી શુક્રવારે રાત્રે જ રાયપુર પહોંચ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X