કોંગ્રેસ કરશે દાદાગીરી તો ભાજપ કરશે ગાંધીગીરી

મંગળવારે સંસદ સત્ર પહેલા વિપક્ષી પાર્ટી ભાજપે સંસદીય દળની બેઠકમાં એવું નક્કી કર્યું કે જ્યાં સુધી બન્ને મંત્રી(પવન બંસલ અને અશ્વિની કુમાર) રાજીનામું નહીં આપે ત્યાં સુધી ખાદ્ય સુરક્ષા વિધેયક અને ભૂમિ અધિગ્રહણ વિધેયકને પાર્ટી પસાર થવા નહીં દે. પાર્ટીએ એમ પણ કહ્યું કે જો યુપીએ બળજબરીપુર્વક તેને પસાર કરવાનો પ્રયત્ન કરશે તો તેને તેમ કરતી અટકાવવા માટે લોકસભા અધ્યક્ષને કહેવામાં આવશે. બેઠક બાદ નેતા ગોપીનાથ મુંડેએ કહ્યું કે, જો તેમણે દાદાગીરી કરી તો અમે ગાંધીગીરીથી જવાબ આપીશું.
જો કે, કોંગ્રેસ ખાદ્ય સુરક્ષા બિલને પારિત કરવા માટે અડગ રહી છે અને તેણે વ્હિપ જારી કરીને જારી કરીને વોટિંગ દરમિયાન પોતાના તમામ સાંસદોને હાજર રહેવા નિર્દેશ કર્યું છે. ખાદ્ય સુરક્ષા બિલ જો સંસદભવનમાં રાખવામાં આવશે અને ભાજપ વોક આઉટ કરે છે, તો પણ પાસ થઇ જશે કારણ કે ડાબેરીઓ અને તૃણમૂલ પાર્ટીએ તેને પાસ કરાવવા માટે પોતાનું સમર્થન આપી દીધું છે.
મંગળવારે પણ સત્રની શરૂઆતમાં સંસદમાં બન્ને સદનોમાં વિપક્ષે જોરદાર હંગામો કર્યો જેના કારણે કાર્યવાહી સ્થગિત કરવી પડી. આ પહેલા સોમવારે પ્રધાનમંત્રીએ કોલસા અને કાયદા મંત્રાલયના અધિકારીઓની બેઠક બોલાવી તો અહમદ પટેલ સાથે તેમણે રાજકિય ગતિવિધિઓ પર વિચાર વિમર્શ કર્યો.
બીજી તરફ વિપક્ષ પાર્ટી ભાજપે પોતાના ટોચના નેતાઓ, મહાસચિવો અને પ્રવક્તાઓની બેઠક બોલાવી અને સત્તાધીશ પાર્ટીના ભ્રષ્ટાચાર વિરુદ્ધ પોતાની રણનીતિ નક્કી કરી.












Click it and Unblock the Notifications
