પાકિસ્તાની મહિલા સીમા હૈદરને ભારતીય નાગરિકતા અપાશે કે કેમ? જાણો શું કહે છે નિયમો?

ઓનલાઇન ગેમ રમતા ભારતીય યુવાનના પ્રેમમાં પહેલી પાકિસ્તાની મહિલા તેના 4 સંતાનો સાથે ભાગીને ભારત આવી ગઈ છે. યુપી પોલીસે આ મહિલા અને તેના પ્રેમી સચીનની ધરપકડ કરી હતી. હવે બન્નેને જામીન મળી ગયા છે ત્યારે સવાલ એ છે કે સીમાને ભારતીય નાગરિકતા મળશે કે કેમ?

પાકિસ્તાની મહિલા સીમા હૈદરનો દાવો છે કે તેના લગ્ન નેપાળના એક મંદિરમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ થયા છે. તેણે પોતાના બાળકો અને પોતાનો ધર્મ બદલી નાખ્યો છે. તે પાકિસ્તાન પરત જવા માંગતી નથી. સચિન સાથે ભારતમાં રહેવા માંગે છે. આ માટે તેમણે સરકારને ભારતની નાગરિકતા માટે વિનંતી પણ કરી છે.

Seema Haider

આ સ્થિતીમાં સવાલ એ છે કે, શું પાકિસ્તાની મહિલાને ભારતીય નાગરિકતા મળી શકે? જાણકારોના મતે પાકિસ્તાની મહિલા સીમાને નાગરિકતા આપતા પહેલા એ જોવામાં આવશે કે તેના લગ્ન માન્ય છે કે કેમ? જો લગ્ન માન્ય છે અને તે ભારતની નાગરિકતા લેવા ઈચ્છે તો સરકાર માનવતા અથવા દયાના આધારે નાગરિકતા આપી શકે છે.

આ પહેલો આવો કિસ્સો નથી. આ પહેલા પણ આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે. જો કે આવા કેસમાં સરકારનો નિર્ણય જ અંતિમ હોય છે અને સરકાર ઈચ્છે તો નાગરિકતા આપી શકે છે.

જો મહિલાના દાવા અનુસાર તેને ભારતીય નાગરિક સચિન સાથે લગ્ન કર્યા છે અને તે કાયદેસર છે તો સરકારને તેને નાગરિકતા આપવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. જો કે, પોલીસે મહિલા વિરુદ્ધ ગેરકાયદેસર રીતે ભારત આવવા બદલ કેસ નોંધ્યો છે પરંતુ તેની તપાસ અલગથી ચાલુ રહેશે. પરંતુ જો મહિલા અહીં નાગરિકતાની માંગ કરે છે તો તેને મળી શકે છે.

તેને ભારતીય નાગરીક બનવા માટે બાળકો માટે એડોપ્શન ડિલ કરવી પડશે. આમ કરશે તો જ સરકાર તેના બાળકોને સાથે રહેવાની મંજૂરી આપશે અને તમામને ભારતની નાગરિકતા મળી જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X