રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા રદ થશે કે કેમ? જાણો આગળ શું થશે?

cONGRESS

નવી દિલ્હી : મોદી અટક પર વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને સુરતની કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સભા સંભળાવી છે. કોર્ટના નિર્ણય બાદ કોંગ્રેસે કહ્યું છે કે, ગાંધીને ચૂપ કરવાનો પ્રયાસ નહીં ચાલે, અમે લડીશું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદી તમામ ભાગેડુઓની અટક છે. રાહુલ ગાંધીએ નીરવ મોદી, લલિત મોદીની સાથે પીએમ મોદીનું નામ લઈને આ ટોણો માર્યો હતો. જે બાદ બીજેપી ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

કોર્ટના નિર્ણય બાદ રાહુલ ગાંધીને જામીન મળી ગયા છે સજા 30 દિવસ માટે સ્થગિત કરી દેવાઈ છે. બીજી તરફ હવે કોર્ટના નિર્ણયને કારણે રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ જઈ શકે છે. સંસદના નિયમો અનુસાર, રાહુલ ગાંધીને સંસદના સભ્યપદેથી ગેરલાયક ઠેરવી શકાય છે. ટોચના સૂત્રો અનુસાર, કોંગ્રેસે આ નિયમનો સ્વીકાર કર્યો છે અને કહ્યું છે કે જ્યાં સુધી તેમની અરજીની સુનાવણી ન થાય ત્યાં સુધી રાહુલ ગાંધી સંસદની કાર્યવાહીમાં ભાગ લેશે નહીં.

રાહુલ ગાંધી સુરતથી દિલ્હી પહોંચ્યા બાદ જ્યાં કોંગ્રેસના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. દિલ્હી આવ્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારા ભગવાન છે, આપણે તેને અહિંસા દ્વારા પ્રાપ્ત કરી શકીએ છીએ. આ સાથે જ કોંગ્રેસે એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે 20 મિનિટની સુનાવણીમાં કોર્ટ આટલી કડક સજા કેવી રીતે આપી શકે.

કોર્ટના નિર્ણય બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, બિન બીજેપી નેતાઓને હટાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. કોંગ્રેસ સાથે અમારો મતભેદ છે પરંતુ રાહુલ ગાંધીને આ રીતે તિરસ્કારના કેસમાં ફસાવવાનું ખોટું છે. અમે કોર્ટના નિર્ણયનું સન્માન કરીએ છીએ પરંતુ તેની સાથે સહમત નથી. બીજી તરફ તેજસ્વી યાદવે કહ્યું કે, વિપક્ષના નેતાઓ પર ED, IT, CBIના દરોડા પાડો, જો આ પણ કામ નહીં કરે તો તેમની વિરુદ્ધ નકલી ષડયંત્ર રચો. અલગ-અલગ શહેરોમાં કેસ નોંધો. બંધારણ, લોકશાહી, રાજકારણ અને દેશ માટે આ ગંભીર મુદ્દો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X