For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે નહી તો શું 25 ડિસેમ્બરે દુનિયાનો નાશ થશે!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

world-end
આપણે હજુ સુધી સુરક્ષિત છીએ દુનિયાનો નાશ થયો નથી. બધુ જ પહેલાંની જેમ ચાલી રહ્યું છે અને આશા છે કે આગળ પણ આ પ્રમાણે જ ચાલતું રહે. જોઇએ કોણે દુનિયાના નાશ વિશે શું-શું કહ્યું? અમેરિકન જ્યોતિષ હેરૉલ્ડ કેપિંગની ભવિષ્યવાણી 21 મે 2011ના રોજ દુનિયાનો નાશ થઇ જશે, ખોટી સાબિત થઇ ગઇ. પરંતુ એ વાત

સાચી છે કે આ ભવિષ્યવાણી જતાં જતાં લોકોના મનમાં ડર પેદા કરતી ગઇ. દુનિયામાં લોકો પ્રલય આવવાની હવે પછીની તારીખ 21 ડિસેમ્બર 2012 છે. આ તારીખ માયા કેલેન્ડરે આપી હતી. તો બીજી તરફ પેરૂ સભ્યતાના જ્યોતિષિઓએ દુનિયાના પ્રલય તારીખ 25 ડિસેમ્બર કહી છે. ફરી એકવાર વિજ્ઞાન આગળ જ્યોતિષ પોકળ સાબિત થયું છે.

અમેરિકન જ્યોતિષની ભવિષ્યવાણી પર જેવું વૈજ્ઞાનિકોએ કહ્યું હતું તેવું જ થયું. એનો અર્થ એ થયો કે બધુ સામાન્ય રીતે ચાલી રહ્યું છે. દુનિયા ટસની મસ થઇ નથી. લોકો દરરોજની જેમ કામ કરી રહ્યાં અને જીવ-જંતુઓ પણ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. બિંલ્ડીગો પોતાના સ્થાને છે અને તે આકાશને ચૂમી રહી છે અને સમુદ્રની લહેરો આજે પણ કહી રહી છે કે પ્રકૃતિમાં તેનાથી વિશાળ કશું જ નથી. આમ જોવા જઇએ તો દુનિયાના નાશ થવાની ભવિષ્યવાણીએ આખી દુનિયાની હચમચાવી દિધી હતી. ટીવી ચેનલ હોય કે રેડિયો કે ઇન્ટરનેટ હોય કે સમાચાર પત્ર દરેક જગ્યાએ આ સમાચારને કુતુહલપૂર્વક દર્શાવવામાં આવ્યાં હતા. આ ભવિષ્યવાણી આવતા વર્ષે 21 ડિસેમ્બર અને 26 ડિસેમ્બરે જોવા મળશે.

માયા સભ્યતાના અનુસાર સૂર્યના ચુંબકીત વિસ્તારમાં સતત બદલાવ થતો રહે છે. 5125 વર્ષે આ બદલાવ આવે છે. આ વખતે આ બદલાવ 21 ડિસેમ્બર 2012માં આવશે. ધરતી સરકવા લાગશે અને તીવ્ર ચુંબકીય બળના કારણે ધરતી ઉથલી જશે. માયા કેલેન્ડર ઉપરાંત પેરૂની ઇંકા સભ્યતાએ પણ દુનિયાના વિનાશની તારીખ લખી દિધી છે. 800 વર્ષ જુને આ સભ્યતા કહે છે કે 25 ડિસેમ્બર 2012ના રોજ ખતમ થઇ જશે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો અહીંયા જોરદાર આંધી અને પાણીએ ખરેખર લોકોને ભયભીત કરી દિધા છે.

વાવાઝોડાના આતંકે 41 લોકોનો ભોગ લીધો છે. લખનઉના ઇંદ્રેશ સક્સેનાએ ફોન પર જણાવ્યું હતું કે તેમને એક દિવસ પહેલાં જ દુનિયાનો નાશ થશે તેવા સમાચાર ટીવી પર જોયા હતા. સવારે જોરદાર વાવાઝોડુ અને પાણી જોઇને તેને પ્રલયનો અહેસાસ થયો હતો. ઇંદ્રેશ જેવા તમામ લોકો જેમને મોત થતાં જોયું છે તે પ્રલય વિશે જરૂર વિચારે છે.

English summary
All the predictions went wrong. The world is still safe. See, what will happen on 25, December?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X