રાહુલ ગાંધી જ્યારે PM બનવા ઇચ્છે ત્યારે તેમનું સ્વાગત છેઃ મનમોહન

નવી દિલ્હી, 5 એપ્રિલઃ કોંગ્રેસના પ્રધાનમંત્રી પદના ઉમેદવારને લઇને ઘમાસાન મચેલું છે. આ ક્રમમાં પ્રધાનમંત્રી મનમોહન સિંહે તેમના ત્રીજા કાર્યકાળની તેમની દાવેદારીના પ્રશ્નને કાલ્પનિક ગણાવ્યું છે અને કહ્યું છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જે દિવસે પ્રધાનમંત્રી બનવા ઇચ્છે ત્યારે તેમનું સ્વાગત છે. જો કે, પ્રધાનમંત્રી મનમોહન સિંહએ પોતાની દાવેદારી પર ના તો હાં કહ્યું છે કે પછી ના પાડી છે. મનમોહન સિંહે કહ્યું કે તેમની દાવેદારી કાલ્પનિક વાતો છે. તે એને સ્વિકાર પણ નથી કરતા અને ઇન્કાર પણ નથી કરતા કારણ કે આ એક બિનજરૂરી ચર્ચા છે.

નોંધનીય છે કે મનમોહન સિંહ આજે રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ પુરસ્કાર પ્રદાન કરવા માટે આયોજિત એક સમારોહમાં ઉપસ્થિત હતા. મીડિયા સાથે વાતચીતમાં મનમોહન સિંહે કહ્યું કે સીઆઇઆઇમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું ભાષણ શાનદાર હતું.

manmohan-singh
મનમોહન સિંહે કહ્યું કે કોંગ્રેસમાં બે પાવર સેન્ટરની ચર્ચા બેકાર છે. તેમણે આ માટે મીડિયાને જવાબદાર ઠેરવ્યું છે અને કહ્યું કે સત્તાના બે કેન્દ્રોની વાત માત્ર મીડિયાની દેણ છે. પ્રધાનમંત્રી પદના દાવદેર પર પ્રશ્ન પૂછવામાં આવતા મનમોહન સિંહે કહ્યું કે તેમની સમજ અનુસાર કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી એક સારા પ્રધાનમંત્રી સાબિત થશે અને તેઓ કોઇ પણ દિવસે પ્રધાનમંત્રી તરીકે સ્વિકાર્ય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X