બાળ ઠાકરે વિરોધી કોમેન્ટ બદલ યુવતીની ધરપકડ
મુંબઇ, 19 નવેમ્બરઃબાળ ઠાકરેની અંતિમ ક્રિયા વખતે મુંબઇમાં બંધ પાળવામાં આવતા પ્રશ્ન પૂછવા બદલ 21 વર્ષીય યુવતીની ધરપકડ કરવામાં આવી છે. બાળ ઠાકરેનું શનિવારે 86 વર્ષની ઉમરે નિધન થયું હતું અને રવિવારે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. આ યુવતીએ ફેસબુકમાં આ પ્રકારનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેની આ કોમેન્ટને લાઇક કરનાર એ યુવતીની પણ ધરપકડ કરવામાં આવી છે, તેવો અહેવાલ એક સમાચાર પત્રમાં છપાયો છે.

પોલીસે કહ્યું કે, આ યુવતીએ તેની કોમેન્ટમાં લખ્યું હતું, ' ઠાકરે જેવા લોકો દરરોજ જન્મે છે અને દરરોજ મરે છે અને કોઇ એક માટે આ રીતે બંધ પાળવાનો ના હોય.' તેમ સમાચાર પત્રના અહેવાલમાં જણાવાયું છે.












Click it and Unblock the Notifications
