For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આધાર કાર્ડનો ફોટો પડાવવો હોય તો દુપટ્ટો જરૂરી

|
Google Oneindia Gujarati News

ચેન્નાઇ, 31 મે: સરકારની આધાર કાર્ડ યોજના એક નવા અને અનોખા વિવાદમાં સપડાતી દેખાઇ રહી છે. હાલમાં દેશની ઘણીબધી મહિલાઓએ ટ્વિટ કર્યું છે કે આધારકાર્ડ બનાવી આપનાર અધિકારીઓએ તેમને એટલા માટે પાછા મોકલી દીધા કારણ કે તેમના શરીર પર દુપટ્ટો ન્હોતો.

ઉલ્લેખનીય છે કે હાલમાં દેશમાં આધાર કાર્ડનું કામકાજ જોરસોરથી ચાલી રહ્યું છે. તમામ કચેરીઓમાં આધારકાર્ડ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં લોકોના પાસપોર્ટ સાઇઝના ફોટા, આંખોના રેટિનાનું સ્કેન, આંગળીઓનું નિશાન લેવામાં આવી રહ્યા છે. પરંતુ નંદન નીલેકણીના નેતૃત્વમાં ચલાવવામાં આવતી આ ભારતીય વિશેષ ઓળખ પ્રાધિકરણ યોજનાને મજાક બનાવવામાં આવી રહી છે. તેને સાંસ્કૃતિક સામ્રાજ્યવાદથી ઘેરી લેવામાં આવી રહ્યું છે.

તમિલનાડુથી મળેલ એક રિપોર્ટ અનુસાર કેટલાક પુરુષોને એટલા માટે ફોટો નહીં પાડવા દીધો કારણ કે તેમણે પારંપરિક વસ્ત્રો પહેર્યા હતા. જ્યારે કેમ્પ અધિકારીઓ પાસે આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે જવાબ આપ્યો કે તેમને તેવા પુરુષોની તસવીર લેવાનો આદેશ આપવામાં આવ્યો છે જે નિર્ધારિત કોલરવાળી ટીશર્ટ/શર્ટમાં હોય. જ્યારે મહિલાઓએ દુપટ્ટો પોતાની સાથે રાખવો પડશે.

aadhar card

મહિલાઓનું ટ્વિટ:
લાવણ્યા નામની મહિલાએ ટ્વિટ કર્યું કે 'ફોટો પડાવવા માટે એક કલાક સુધી લાઇનમાં ઉભી રહી અને જ્યારે નંબર આવ્યો તો પાછળ મોકલી દીધી કારણ કે મે દુપટ્ટો ન્હોતો પહેર્યો.'

લાવણ્યાના ટ્વિટનો જવાબ આપતા શ્રદ્ધા નામની મહિલાએ જણાવ્યું કે 'મને એટલા માટે પાછી મોકલી દેવામાં આવી કેમકે મારો દુપટ્ટો પારદર્શી હતો.'

વસ્તી ગણતરી કામગીરીના સંયુક્ત નિયામક એમઆરવી કૃષ્ણ રાવે જણાવ્યું કે 'આધાર કાર્ડ માટેના ફોટોગ્રાફ માટે કોઇ ડ્રેસ કોડ નિર્ધારિત કર્યો નથી. હા યુનિક આઇડેન્ટીફીકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પહેલા આધાર કાર્ડના ફોટા માટે કોલર વાળા શર્ટ/ટી શર્ટનો આગ્ર રાખ્યો હતો. પરંતુ કેટલાક ધાર્મિક સમુદાયે વાંધો ઉઠાવતા અમે કોઇ ડ્રેસ કોડ રાખ્યો નથી.'

English summary
Woman without dupatta And man without shirt denied Aadhaar photo.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X