દિલ્હી: જબરજસ્તી બિયર પીવડાવીને મહિલા સાથે ગેંગરેપ...
દિલ્હીમાં એક મહિલાને બિયર પીવડાવીને 2 લોકોએ તેનો સામુહિક બળાત્કાર કર્યો છે. બળાત્કાર કર્યા બાદ બંને આરોપી મહિલાને ફેંકીને ચાલ્યા ગયા. પોલીસે એક આરોપીને પકડી પડ્યો છે અને બીજા આરોપીની તલાશ થઇ રહી છે. પીડિત મહિલા ડાયવોર્શી છે.
પોલીસને મળેલી માહિતી મુજબ પીડિત મહિલાની થોડા દિવસ પહેલા જ 33 વર્ષના હરપ્રીત સાથે ઓળખાણ થઇ હતી. હરપ્રીત એક બોડી બિલ્ડર હતો. સોમવારે હરપ્રીત મહિલાને માનેસર લઇ ગયો. મહિલાએ પોલીસને જણાવ્યું કે માનેસર ગયા પછી હરપ્રીતએ જબરજસ્તી તેને બિયર પીવડાવી અને નશામાં તેના મિત્ર અમન સાથે મળીને તેનો ગેંગરેપ કર્યો.

ગેંગરેપ કર્યા પછી આરોપી મહિલાને રસ્તા પાર ફેંકીને ત્યાંથી ભાગી ગયા. પોલીસે મહિલાનો મેડિકલ ચેકઅપ પણ કરાવ્યો જેમાં બળાત્કારની પુષ્ટિ કરવામાં આવી છે. મહિલાને ગંભીર ઇજા પણ થઇ છે એટલે તેને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
