મધ્યપ્રદેશના દેવાસમાં મહિલાનું લાઈવ મર્ડર

તે મહિલાની હત્યા કરી રહ્યો હતો અને લોકો તેને બચાવવાને બદલે તેનો વીડિયો બનાવી રહ્યા હતા.

તે મહિલાની હત્યા કરી રહ્યો હતો અને લોકો તેને બચાવવાને બદલે તેનો વીડિયો બનાવી રહ્યા હતા. આ ચોંકાવનારો મામલો મધ્યપ્રદેશના દેવાસમાં સામે આવ્યો છે. મહિલાના મર્ડરનો લાઈવ વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. પોલીસે હત્યાના આરોપીને પકડી લીધો છે. આ ઘટના 19 એપ્રિલ 2019 દરમિયાનની જણાવવામાં આવી રહી છે. પોલીસની શરૂઆતી જાંચમાં મામલો પ્રેસ પ્રસંગનો સામે આવી રહ્યો છે, પરંતુ હત્યાના વાસ્તવિક કારણોની ખબર પોલીસની વિસ્તૃત તપાસમાં જ ખબર પડશે.

Woman Live Murder

આ મામલા અનુસાર મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના બારોઠા ચોકી વિસ્તારમાં પસાર થઇ રહેલી શિપ્રા નદીમાં એક વ્યક્તિએ એક મહિલાને ડુબાડી ડુબાડીને તેની હત્યા કરી નાખી. આ મહિલાની પોલીસને શિપ્રા નદીને કિનારે લાશ મળી હતી. પોલીસે આ મામલે તપાસ શરુ કરી ત્યારે શરૂઆતમાં તેમને પાણીમાં ડૂબવાથી મૌત થવાનો મામલો લાગી રહ્યો હતો, પરંતુ આ દરમિયાન એક વીડિયો વાયરલ થયો તેને જોઈને પોલીસના હોશ ઉડી ગયા.

આ પણ વાંચો: પિતાએ કોન્સ્ટેબલ દીકરાનું કુહાડીથી ગળું કાપ્યું, જાણો કારણ

ખરેખર આ વીડિયોમાં ઈંદોરના ભોંડવાસા નિવાસી સુરેશ કુમાર મહિલાની પાણીમાં ડુબાડીને હત્યા કરી રહ્યો હતો. તેને આ હત્યા કરતા કોઈ જોઈ પણ રહ્યું હતું. વીડિયો રેકોર્ડ કરનારની અવાઝો પણ આવી રહી હતી. તે સુરેશને મહિલાની હત્યા કરવા અંગે પૂછી પણ રહ્યા હતા.

Woman Live Murder

પોલીસ ચોકી બારોઠા ટીઆઈ ઓપી આહીર ઘ્વારા જણાવવામાં આવ્યું કે 35 વર્ષની મૃત્તિકા અને સુરેશ વચ્ચે લાંબા સમયથી અવેધ સંબંધ હતો. 19 એપ્રિલે આરોપી સુરેશ મહિલાને દારૂ પીવડાવીને શિપ્રા નદીમાં નાહવા લઇ ગયો જ્યાં તેને જાણીજોઈને મહિલાને પાણીમાં ડુબાડી દીધી. આરોપી વિરુદ્ધ હત્યાનો મામલો નોંધીને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલમાં પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચો: ગર્લફ્રેંડની સહેલીને ફ્લેટ પર બોલાવી, ગેંગરેપ પછી હત્યા કરી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X