ગર્લફ્રેંડની સહેલીને ફ્લેટ પર બોલાવી, ગેંગરેપ પછી હત્યા કરી

દિલ્હી પોલીસે સરિતા વિહારમાં થયેલી એક યુવતીની હત્યાના મામલે ખુલાસો કર્યો છે. પોલીસે આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

દિલ્હી પોલીસે સરિતા વિહારમાં થયેલી એક યુવતીની હત્યાના મામલે ખુલાસો કર્યો છે. પોલીસે આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જયારે ષડયંત્રનો મુખ્ય આરોપી ધીરેન્દ્ર હજુ પણ ફરાર છે. પકડાઈ ગયેલા ચારે આરોપીઓએ યુવતી સાથે ગેંગરેપ કર્યા પછી તેની હત્યા કર્યાની વાત કબૂલ કરી. આપને જણાવી દઈએ કે 27 ફેબ્રુઆરી દરમિયાન યુવતીની લાશ એક કોથળામાં પડેલી મળી આવી હતી.

આ પણ વાંચો: બોયફ્રેન્ડ સામે 12 લોકોએ તેની ગર્લફ્રેંડનો ગેંગરેપ કર્યો

બદમાશોને પકડવા માટે ષડયંત્ર રચ્યું

બદમાશોને પકડવા માટે ષડયંત્ર રચ્યું

ડીસીપી ચિન્મય બિશ્વાલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભલસવામાં થયેલી એક હત્યામાં આરોપી ધનંજય અને બુરાડીનો રહેવાસી બદમાશ બંટી વચ્ચે વિવાદ થયો. દિનેશ પણ ચોરી મામલે જેલમાં પહોંચ્યો, તેની દોસ્તી ધનંજય સાથે થઇ ગઈ. બંને છેલ્લા બે મહિનાથી સંગમ વિહાર વિસ્તારમાં રહેતા હતા. બંનેએ બંટી સાથે બદલો લેવાનું ષડયંત્ર રચતા તેના ભાઈ આરુષને હત્યા અને ગેંગરેપના આરોપમાં ફસાવવાનો પ્લાન બનાવ્યો. આ પ્લાનમાં તેમને સૌરભ ભારદ્વાજને પણ શામિલ કર્યો.

ફ્લેટ પર બોલાવી, ગેંગરેપ પછી હત્યા

ફ્લેટ પર બોલાવી, ગેંગરેપ પછી હત્યા

દિનેશે પોતાની ગર્લફ્રેંડની સહેલીને નોકરી આપવાના બહાને 25 ફેબ્રુઆરીએ એક ફ્લેટમાં બોલાવી. અહીં ધીરેન્દ્ર, દિનેશ અને સૌરભે યુવતીને બંધક બનાવી તેનો ગેંગરેપ કર્યો અને ત્યારપછી તેની હત્યા કરી નાખી. એટલું જ નહીં પરંતુ પછી એક ટેક્સી ભાડે લઈને રહીમુદ્દીન ઉર્ફ રહીમ અને ચંદ્રકેશ ઉર્ફ બંટીને 4 હજાર રૂપિયાની લાલચ આપીને બોડીને બીજા દિવસે સરિતા વિહાર વિસ્તારમાં ફેંકી દીધી.

યુવતીના પેન્ટમાં નોટ મળી

યુવતીના પેન્ટમાં નોટ મળી

આપને જણાવી દઈએ કે યુવતીના પેન્ટમાં એક નોટ મળી આવી હતી, જેમાં તેની સાથે અશ્લીલ હરકત અને ન્યૂડ વીડિયો બનાવવાની વાત લખી હતી. આ નોટમાં ત્રણ લોકોના નામ પણ લખ્યા હતા. પોલીસે આ મામલે તપાસ પણ કરી પોલીસે યુવતીની ફોન કોલ ડીટેલ તપાસી અને તેઓ આરોપી સુધી પહોંચી ગયા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X