UP: બહરાઇચમાં મહિલા સાથે ગેંગરેપ કરી લટકાવી દીધી ઝાડ પર
બહરાઇચ, 11 જૂન: ઉત્તર પ્રદેશમાં હજી બદાયૂં ગેંગરેપ-હત્યાનો કેસ થાડે પડ્યો નથી ત્યાં બીજી ઘટના ઘટી ગઇ છે, જેના પરથી એટલું તો સાબિત થાય છે કે ઉત્તર પ્રદેશ મહિલાઓ માટે સહેજ પણ સુરક્ષીત નથી. ઉત્તર પ્રદેશમાં બહરાઇચ જિલ્લાના રાનીપુર વિસ્તારમાં આજે એક મહિલાની કથિત રીતે સામૂહિક બળાત્કાર બાદ હત્યા કરીને તેના મૃતદેહને ઝાડ પર લટકાવી દેવાનો કિસ્સો સામે આવ્યો છે.
અપર પોલીસ અધીક્ષક સુનીલ કુમાર સિંહે અત્રે જણાવ્યું કે રાનીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના લોનિયનપુરવા ગામની રહેનારી 45 વર્ષની એક મહિલા ગઇકાલે પોતાની સારવાર કરાવવા માટે લખનઉ રવા થઇ હતી. રસ્તામાં તેના દિકરાએ તેને ફોન કરીને તેના દાદી બનવાના સમાચાર આપ્યા અને તે ઘરે પાછી ફરી રહી હતી.
સિંહે જણાવ્યું કે મહિલાએ બહરાઇચ પહોંચીને પોતાના દિકરાને ફોન કરીને તેને લેવા આવવા માટે જણાવ્યું. તેણીનો દિકરો જ્યારે તેને લેવા માટે બસસ્ટેશને પહોંચ્યો ત્યારે તેને તેની માતા મળી નહી અને તેનો મોબાઇલ ફોન પણ બંધ આવતો હતો.

સિંહે જણાવ્યું કે આરોપ છે કે ગામના જ કોઇ પાંચ લોકોએ તેમની સાથે સામૂહિક બળાત્કાર કરીને તેની હત્યા કરી દીધી છે અને મૃતદેહને વૃક્ષ પર લટકાવી દીધું. સૂચના મળવા પર વરિષ્ઠ અધિકારીઓએ મૃતદેહને ઝાડ પરથી ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે.
સ્થાનીક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, આરોપીઓ દૂકાનમાં દારૂ વેચતા હતા, જેનો મહિલા વિરોધ કરતી હતી. એ વાતને લઇને બંને પક્ષોમાં હંમેશા ખેંચતાણ રહેતી હતી. પોલીસે પણ આંતરીક કલેશ હોવાની વાતનો સ્વીકાર કર્યો છે. કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
