હવે લખનવ સ્ટેશનમાં પાંચ રૂપિયામાં સેનેટરી નેપકીન

Posted By:
Subscribe to Oneindia News

હવે લખનવ સ્ટેશન પર મહિલાઓ માટે 5 રૂપિયામાં સેનેટરી નેપકીન ઉપલબ્ધ થઇ શકશે. વિશ્વ મહિલા દિવસે સેનેટરી નેપકીન વેન્ડીંગ મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. લખનવ જંક્શન સ્ટેશન સ્થિત કોન્કોર્સ એરિયામાં પે એન્ડ યુઝ ટોયલેટ નજીક પૂર્વોત્તર રેલવે લખનવ મંડળ મહિલા કલ્યાણ સંગઠન ઘ્વારા સેનેટરી નેપકીન વેન્ડીંગ મશીનનો શુભ આરંભ કરવામાં આવ્યો છે. ડીઆરએસ વિજય લક્ષ્મી ઘ્વારા આ મશીનનો શુભ આરંભ કરવામાં આવ્યો છે.

sanitary napkins

આ વેન્ડીંગ મશીનમાં ઉપયોગકર્તા 5 રૂપિયાનો સિક્કો નાખીને સેનેટરી નેપકીન મેળવી શકે છે. એટલુંજ નહીં પરંતુ ઉપયોગ કરેલી નેપકીન ના ડિસ્પોઝલ માટે નેપકીન ડિસ્પોઝલ મશીન પણ લગાવવામાં આવી છે.

sanitary napkins

આ મશીનની જવાબદારી વિનાયક ગ્રામઉદ્યોગ સંસ્થા લખનવને સોંપવામાં આવી છે. વિશ્વ મહિલા દિવસે રેલવે ઘ્વારા ઘણા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા એટલું જ નહીં. પરંતુ લખનવ જંક્શન ને ગુલાબી રંગના પ્રકાશથી સજાવવામાં આવ્યું હતું.

English summary
Women can purchase sanetary napkin from lucknow railway station

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.